ચૂંટણી:તાપી જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 5 બેઠક માટે આજે મતદાન

વ્યારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતની પાંચ બેઠકો માટે 47 ઇવીએમ મારફતે થશે મતદાન

આજે તાપી જિલ્લા પંચાયતની એક અને તાલુકા પંચાયતની પાંચ બેઠકની પેટાચૂંટણી યોજાશે, જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમીના ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. તાપી જિલ્લાની પેટા ચૂંટણી જેમાં નિઝર તાલુકા પંચાયતની શાલે-1 બેઠક પર ભાજપે બિનહરીફ કબ્જો જમાવતા હવે જિલ્લા પંચાયતની એક બેઠકની સાથે તાલુકા પંચાયતની કુલ 5 બેઠકો પર જ ચૂંટણી યોજાશે. મતદાન રવિવારે 3જી ઓક્ટોબરે સવારે સાત વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. મતગણતરી પાંચમી ઓક્ટોબરે હાથ ધરાશે.

બીજી તરફ તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકી દેવાયા છે. તાપી જિલ્લા ખાતે એક જિલ્લા પંચાયતની બેઠક અને તાલુકા પંચાયતની પાંચ બેઠકો માટે આજે મતદાન થશે તાપી જિલ્લા ખાતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે કયો પક્ષ મેદાન મારશે એટલે ચૂંટણીના પરિણામ બાદ જ બહાર આવશે. તાલુકા પંચાયતની વ્યારાની 03 બેઠકો પર મતદાન થશે.

જેમાં 7- ઘાટામાં ત્રણ ઉમેદવારો માટે કુલ 08 મતદાન મથકો પર મતદાન થશે. જેમાં 2 અતિસંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. જેમાં કુલ 6051 મતદારો નોંધાયા છે. જેમાં 3084સ્ત્રી અને 2957 પુરૂષ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. 14 કેળકુઇમાં 4 ઉમેદવારો માટે કુલ 6 મતદાન મથકો પર મતદાન થશે. જેમાં કુલ 4921 મતદારો નોંધાયા છે. જેમાં 2548 સ્ત્રી અને2373 પુરૂષ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. 1.બાલપુરમાં ત્રણ ઉમેદવારો માટે કુલ 7 મતદાન મથકો પર મતદાન થશે.

જેમાં 3 સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. જેમાં કુલ 5473 મતદારો નોંધાયા છે. જેમાં 2817 સ્ત્રી અને 2656 પુરૂષ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. ડોલવણ તાલુકા પંચાયતની એક બેઠકની યોજાઈ રહેલ ચુંટણીમાં 3- બેડારાયપુરમાં ત્રણ ઉમેદવારો માટે કુલ 5મતદાન મથકો પર મતદાન થશે. જેમાં કુલ 4329 મતદારો નોંધાયા છે. જેમાં 2182 સ્ત્રી અને 2147પુરૂષ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. સોનગઢ તાલુકા પંચાયતની બેઠક 13- ખેરવાડામાં ત્રણ ઉમેદવારો માટે કુલ 7 મતદાન મથકો પર મતદાન થશે.

જેમાં કુલ4632 મતદારો નોંધાયા છે. જેમાં 2249 સ્ત્રી અને 2383 પુરૂષ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. આ તાલુકા પંચાયતની 5 બેઠકો માટે 47 ઇવીએમમાં મતદાન થશે, જેનાં માટે 179પોલીંગ સ્ટાફ રોકાયો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 74 પોલીસ સ્ટાફ સજ્જ કરી દેવાયો છે. ચુંટણી પ્રક્રિયા માટે સ્ટાફ સજ્જ કરી દેવાયો છે.

કરંજવેલ બેઠક માટે 3 ઉમેદવારો મેદાનમાં
તાપી જિલ્લા પંચાયતની એક બેઠક 16- કરંજવેલ માટે ત્રણ ઉમેદવારો માટે કુલ 26 મતદાન મથકો પર મતદાન થશે, જેમાં 07 મતદાન મથકો સંવેદનશીલ છે. કુલ 20988 મતદારો નોંધાયા છે. જેમાં 10801 સ્ત્રી અને 10187 પુરૂષ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. 34 ઇવીએમમાં મતદાન થશે. આના માટે 137 પોલિંગ સ્ટાફ અને 59 પોલીસ કર્મી ફરજ પર રોકાયા છે.

અન્ય સમાચારો પણ છે...