તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સરકારી કચેરીઓમાં અગત્યનું કામ હોય તો જ મુલાકાતીને પ્રવેશ

વ્યારા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા કલેકટરની અપીલ

સમગ્ર દેશની સાથે સાથ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારે ટેસ્ટિંગ અને ટ્રેકિંગની કામગીરીને વધુ અસરકારક બનાવી રહી છે.જે અન્વયે તાપી જિલ્લામાં પણ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તાપી કોવિડ-19 સબંધિત માર્ગદર્શક સુચનાનું ચુસ્તપણે અમલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

07થી 30 એપ્રિલ સુધી રાજકીય,સામાજિક અને અન્ય કોઈપણ પ્રકારના મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.19 એપ્રિલથી લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 100થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. આ દરમિયાન અન્ય માર્ગદર્શક સુચનાઓ યથાવત્ રહેશે. કોઈ પણ મેળાવડામાં 50થી વધુ વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહીં.

આ દરમિયાન અન્ય માર્ગદર્શક સુચાના યથાવત્ રહેશે.સરકારી કચેરીઓમાં અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. જિલ્લામાં વધતા કોરોનાના કેસની વધતી સંખ્યાને ધ્યાને લઇને કલેક્ટર આર.જે.હાલાણી નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, સરકારી કચેરીઓમાં આવતા અરજદારોએ કામ મહત્વનું હોય તો જ સરકારી કચેરીઓની મુલાકાત લે, સામાન્ય કે એવા મહત્વના કામો માટે અરજદારો અને મુલાકાતીઓ એ કામકાજ ના દિવસો દરમિયાન પણ સરકારી કચેરીઓની મુલાકાત ટાળવી અને ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો