જીવના જોખમે અંત્યેષ્ઠી:ધનરાટ ગામે ધસમસતી નદીમાં દોરડું પકડી ગ્રામજનો કતારબંધ ઉભા રહ્યા, બાદમાં નીકળી યુવકની ‘અંતિમયાત્રા’

નવાપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતને અડીને આવેલા નવાપુર તાલુકાના ધનરાટ ગામમાં સ્મશાન ન હોવાને કારણે જ્યારે કોઈ નું મોત થાય ત્યારે રંગાવલી નદીની સામે પાર અગ્નિસંસ્કાર માટે નદીના વહેતા પાણીમાંથી લઈ જવું પડે છે. હાલમાં જ ગામના 23 વર્ષીય ડેનિયલ સતુ ગાવીતનું અકાળે મોત થયું હતું.

તેના અંતિમ સંસ્કાર માટે સામે કાંઠે જવાનું હતું પરંતુ નદીમાં પૂર હોવાથી ગ્રામજનોએ એક કિનારે ઝાડ સાથે દોરડું બાંધી તેને સામે પાર લઇ ગયા અને તેને પકડીને ધસમસતી નદીની વચ્ચે ગ્રામજનો કતારબંધ ઉભા રહ્યા હતા. જેથી અર્થીને ઉપાડી જતાં લોકો જો પાણીમાં તણાય તો તેને બચાવી શકાય આમ ભારે જહેમતે યુવકના અંતિમ સંસ્કાર કરાયા હતા.

તંત્રના બહેરા કાને ગ્રામજનોની વ્યથા સંભળાતી નથી
ધનરાટ ગામે સ્મશાન કે પછી નદી પર બ્રિજ બનાવવા વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે પય લોકો જીવના જોખમે અંતિમયાત્રા કાઢવા મજબૂર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...