તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વેક્સિનેશન મુદ્દે ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો નથી આવી સ્થિતિ તાપી જિલ્લા માટે નુકસાનકારક: કલેક્ટર

વ્યારા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તાપી જિલ્લામાં રસીકરણને વેગવાન બનાવવા સામાજીક આગેવાનો સાથે તંત્રની બેઠક

તાપી જિલ્લામાં કોરોનાના સંક્રમણને સ્થિતીમાં સુધાર આવી રહ્યો છે. ગુજરાતમાં કોરનાની ત્રીજી લહેર ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા વહિવટી તંત્ર દ્વારા સરાહનિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જેમાં આજરોજ વિવિધ ધર્મગુરૂઓ, ગામના આગેવાનો સાથે જિલ્લા સેવા સદનના મીટીંગ હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રસીકરણને વેગવંતુ બનાવવા માટે ગ્રામ્ય કક્ષાએ કયા આયોજનો કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે લોકોમાં કોરોના અને રસીકરણ સંદર્ભે પ્રવર્તમાન પરિસ્થિતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં કલેકટર આર. જે. હાલાણીએ ઉપસ્થિત આગેવનોને પોતાના ગામોમાં એક ટીમ બનાવી ગામવાસીઓને જાગૃત કરવા અપીલ કરી હતી. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, તાપી જિલ્લો દરેક બાબતમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં આગળ છે. પરંતુ કેટલીક ગેરમાન્યતાઓના પગલે કોરોના પ્રતિરોધક રસી લેવામાં એટલો ઉત્સાહ ગ્રામજનોમાં જોવા મળ્યો નથી.

આવી પરિસ્થિતી તાપી જિલ્લા માટે નુકશાનકારક છે. કોરોનાની ત્રીજી લહેર ટાળવા માટે આપણે સૌ જિલ્લા વહિવટી તંત્ર અને ગામના આગેવાનોએ સાથે મળી સમાજને સુરક્ષિત બનાવવા સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતુ કે, ધર્મગુરૂઓ સમાજમાં અને લોકોમાં એક ઉચ્ચકોટીનું સ્થાન ધરાવતા હોય છે.

લોકો તેઓની દરેક વાતોને માની લેતા હોય છે. જેથી આપણે સૌથી પહેલા પોતે કોરોનાની રસી મુકાવી સમાજ માટે ઉદાહરણરૂપ બનવું જોઇએ અને દરેકને રસી મુકાવવા પ્રેરિત કરવા જોઇએ.જિલ્લા પોલિસ વડા સુજાતા મજમુદારે જણાવ્યું હતું કે, આગેવાન તરીકે ગ્રામજનોની ખોટી માન્યતાઓને દૂર કરવાની નૈતિક જવાબદારી તમામ ધર્મગુરૂઓની છે.

તેઓએ એક સ્વજન તરીકે લોકોમાંથી આ માન્યતાઓને દુર કરવાનો પ્રયાસ કરે. રસીકરણ બાબતે જડ વલણ રાખવાથી આપણે પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે. વેક્સિન એ એક સુરક્ષા કવચ છે. જે તમામ માટે જરૂરી છે.બેઠકમાં પ્રાંત અધિકારી હિતેશ જોશી, વ્યારા મામલતદાર બી. બી. ભાવસારહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...