પંચાયત ચૂંટણી:વલસાડમાં 75%, નવસારીમાં 72.45%, ડાંગમાં 77.51% અને તાપીમાં 71.80% મતદાન નોંધાયું

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરતમાં સૌથી વધુ ઉમરપાડામાં 79.67%, સૌથી ઓછું માંગરોળમાં 53%
  • તાપીમાં સૌથી વધુ વ્યારામાં 73.88 ટકા અને સૌથી ઓછુ વાલોડમાં 66.20 ટકા મતદાન

રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુરત જિલ્લામાં 66.50 ટકા, નવસારીમાં 72.45 ટકા, તાપીમાં 71.80 ટકા, વલસાડમાં 75 ટકા અને ડાંગમાં 77.51 ટકા મતદાન નોંધાયું હતું. તાપીમાં ઉચ્છલ તાલુકામાં 70.51 ટકા ડોલવણમાં 72.56 ટકા, સોનગઢ-72.80 ટકા, નિઝર-71.37 ટકા, અને કુકરમુંડામાં 73.46 ટ્કા જયારે સૌથી વધુ વ્યારામાં 73.88 ટકા અને સૌથી ઓછુ વાલોડમાં 66.20 ટકા મતદાન નોંધાયું છે. આમ જિલ્લામાં કૂલ- 71.80 ટકા મતદાન નોંધાયું છે. પેટા ચૂંટણીમાં સોનગઢમાં 90.27 ટ્કા જ્યારે ઉચ્છ્લમાં 84.87 ટકા મુજબ કુલ 89.97 ટકા મતદાન નોંધાયું છે.

વલસાડના 6 તાલુકામાં સરેરાશ 75 ટકા મતદાનની સંભાવના છે. જિલ્લાની 302 ગ્રામ પંચાયત પૈકી 300 સરપંચ માટે 815 ઉમેદવાર અને 2,150 સભ્યની બેઠક માટે 5200 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સિલ થયું હતું. 955 મતદાન મથકો ઉપર સાંજે 5 વાગ્યા સુધીમાં 64.32 ટકા મતદાન થયું હતું. 6 વાગ્યા સુધી મતદાન જારી રહ્યું હતું. જિલ્લામાં 75 ટકા કરતાં વધુ જંગી મતદાનની સંભાવના છે. જયારે ગત ટર્મમાં વર્ષ 2016માં સરેરાશ 82.38 ટકા મતદાન નોંધાયુ હતું.

નવસારીની 269 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 72.45 ટકા મતદાન થયું હતું. ડાંગ જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 77.51 ટકા થયું હતું. જિલ્લામાં ખાંબલા અને જવતાળા ગામે બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી.

સુરતમાં 407 ગ્રા.પં. માટે 66.50 ટકા મતદાન
સુરત : જિલ્લાની 407 ગ્રા પં.ની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ મતદાન 66.50 ટકા થયું હતું. 391 સરપંચ અને 2539 વોર્ડ સભ્ય માટે ઉમેદવારોનું ભાવી મતદાનપેટીમાં સીલ થયું છે. જિલ્લાના 949 મથકો પર મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન ઉમરપાડાની 33 ગ્રામ પંચાચાત માટે કુલ 79.67 ટકા જ્યારે સૌથી ઓછું માંગરોળ તાલુકાની 53 ગ્રામ પંચાયત માટે 53.46 ટકા રહ્યું હતું. ચોર્યાસી તાલુકામાં 73.56 ટકા, ઓલપાડ તાલુકામાં 71.43 ટકા, કામરેજ તાલુકામાં 63.28 ટકા, પલસાણા તાલુકામાં 63.28 ટકા, બારડોલી તાલુકામાં 62.15 ટકા, મહુવા તાલુકામાં 72.55 ટકા, માંડવી તાલુકામાં 65.44 ટકા મતદાન નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...