રક્ષા કવચ:આજથી 15 થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરૂ

વ્યારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લામાં 100 સ્થળોએ 36380 બાળકો માટે વેક્સિનની કામગીરી કરાશે

તાપી જિલ્લાના તાલુકામાં આવેલા અંદાજે 36 હજાર બાળકો જેવો 15 થી 18 વર્ષની ઉંમરમાં આવે છે. તેમના બાળકોને રસીકરણ મુકવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવશે. તાપી જિલ્લામાં અંદાજે 100 જેટલા કેન્દ્રો પર 200 જેટલા સ્ટાફ દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરાશે. આ બાળકોએ પ્રથમ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ રસીકરણ કરવામાં આવશે.

તાપી જીલ્લામા 15 થી 18 વર્ષના એટલે કે વર્ષ 2007 પહેલાં જન્મેલ તમામ બાળકોની વય જુથના સર્વે મુજબ અંદાજે 36,380 લાભાર્થીઓનું કોવિડ વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે તાપી જીલ્લાની ફૂલ-152 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોવિડ રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવેલ છે. 15 થી 18 વર્ષની વય જુથના બાળકોને કોવેક્સિન રસી આપવામાં આવશે. 15 થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશન માટે ઓનલાઈન સેલ્ફ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તદઉપરાંત ઓનસાઈટ રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ, શાળા, સંસ્થાનું ફોટો આઈ.ડી. કાર્ડ સાથે રાખવાનું રહેશે. આ ઉપરાંત જિલ્લાના તમામ નાગરિકોને પોતાના કુટુંબના 15થી 18 વર્ષના તમામ બાળકોને કોવિડ રસી લેવા વાલીઓને પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા જરૂરી બની રહેશે. તાપી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ એ જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં 100 થી વધુ કેન્દ્ર પર 200 થી વધુ સ્ટાફ દ્વારા બાળકોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

બારડોલી તાલુકામાં રસીકરણ માટે 60 ટીમ સજ્જ
બારડોલી તાલુકા આરોગ્ય વિભાગે આજથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોના રસી મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ 3 જાન્યુઆરી સોમવારના રોજથી કોરોનાની રસી મૂકવાની જાહેરાત કરતાં બારડોલી તાલુકા આરોગ્ય વિભાગે અલગ અલગ 60 ટિમ બનાવી તાલુકાની તમામ 9 થી 12 ધોરણની શાળાઓમાં જઇ વિધ્યાર્થીઓને કોરોના રસી આપવામાં આવશે. બારડોલી તાલુકામાં બાળકોને ઝડપી રસીકરણ કરવા માટે તાલુકા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે.

તાલુકા આરોગ્ય અધીકારીના જણાવ્યા મુજબ બારડોલી તાલુકાનાં 15 થી 18 વર્ષના 9840 બાળકોને કોરોના રસી આપવામાં આવશે. જેનો સર્વે થઈ ગયો છે. ત્યારે બાળકોને કોરોના રસી લેવામાં કોઈ હાલાકી ન પડે એ માટે આરોગ્યની અલગ અલગ 60 ટીમ બનાવી છે. તાલુકાની શાળાઓમાં જઈ વિધ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં માટે તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શાળાના વિદ્યાર્થીઓ વેકસીન મુકાવવા બાબતે વાલીઓએ પણ જાગૃતતા દાખવવાની રહેશે. પોતાના 15 થી 18 વર્ષના બાળકોને ફરજીયાત વેકસીન મુકવા સમજાવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...