તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ ઝુંબેશ વેગવંતી:સંક્રમણને ડામવા તાપી જિલ્લામાં રસીકરણ ઝુંબેશ વેગવંતી કરાઈ

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં 86688 લોકોને આવરી લેવાયા

તાપી જિલ્લામાં વધી રહેલ કોરોના સંક્રમણ ને અટકાવવા સઘન પગલાં લેવાઈ રહયા છે.વહીવટી તંત્ર દ્વારા લોક જાગૃતિના સતત પ્રયાસો દ્વારા કોરોના રસીકરણ કામગીરી વેગવતી બનાવવામાં આવી છે. તાપી જિલ્લામાં સવાર થી મોડી સાંજ સુધી રસીકરણ ની કામગીરી કરીને પાત્રતા ધરાવતા એક પણ નાગરિક રસી થી વંચિત ન રહી જાય અને કેમ્પ માં આવેલા તમામ લોકોને રસી અપાઈ જાય તેની વિશેષ કાળજી લઇ વધુમાં વધુ લોકોને આવરી લઈ સફળતા પૂર્વક રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

સામાજિક, રાજકીય, શૈક્ષણિક સહિત સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનોના સહયોગથી લોકો રસી લેવા આગળ આવી રહયા છે સાથે સ્વયં શિસ્ત પાલન દ્વારા વહીવટીતંત્ર ને પણ સહયોગ કરી રહ્યા છે.કલેકટર દ્વારા પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને વેકસીન મુકાવીને સુરક્ષિત બનવા ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે.

તા.14મી એપ્રિલ સુધી યોજાઈ રહેલ ખાસ રસીકરણ અભિયાનની સફળતા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલની આગેવાની હેઠળ સંક્રમણ ને નાથવા ટેસ્ટીંગ,ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ના મંત્ર ને ધ્યાને રાખી કામગીરી ને વધુ વ્યાપક બનાવવામાં આવી રહી છે.જિલ્લા આરોગ્ય અધિકારી ના જણાવ્યા મુજબ તમામ તાલુકા માં કેમ્પ કરી ને રસીકરણ કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધીમાં 86688 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો