તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્યારા પોલીસે બાતમીના આધારે વીરપુર ફાટક પાસે ગાડીમાં પાસ પરમિટ વગર દારૂની હેરાફેરી કરતા બારડોલી તાલુકાના છીત્રા ગામના બે વ્યક્તિની અટક કરી હતી. ગાડીમાંથી 34 નંગ બિયર કિંમત 3400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
વ્યારા પોલીસ મથકના નવરાજસિંહ જોરાવરસિંહ બાતમી મળી હતી કે સોનગઢ તરફથી એક ગાડીમાં બે વ્યક્તિઓ દારૂ લઈને વ્યારા તરફ આવે છે. જે આધારે વ્યારા તાલુકાના વિરપુર ગામની સીમમાં પોલીસ દ્વારા નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમી મુજબની ગાડી રેનોલ્ડ ડસ્ટર નં (GJ. 05 JS 4956) ને અટકાવી ગાડીમાં તપાસ કરતાં તેની અંદર 34 નંગ બિયર મળી આવ્યા હતા.
ગાડીમાં બેઠેલા બે ઈસમો દેવેન્દ્રસિંહ દીપકસિંહ બારડ (રહે છીત્રા રાજપૂત ફળિયું તા. બારડોલી) તેમજ દિગ્વિજયસિંહ સિંહ ફતેસિંહ બારડ (રહે છીત્રા રાજપૂત ફળિયુ તા . બારડોલી) પાસે દારૂની પાસ પરમીટ માગતા કોઈપણ જાતની પાસ પરમીટ મળી ન હતી. પોલીસે 34 નંગ બિયર કિંમત 3400 કબજે લઇ બંને વ્યક્તિની અટક કરી હતી. આગળની વધુ તપાસ વ્યારા પોલીસે હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.