તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વ્યારામાં ટેમ્પોમાં દુધાળા પશુઓની તસ્કરી કરવા બદલ બેની અટક

વ્યારા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
વ્યારા પોલીસે પરમીટ વગર ઢોરો ના વહન કરતા ટેમ્પો પકડી લીધો - Divya Bhaskar
વ્યારા પોલીસે પરમીટ વગર ઢોરો ના વહન કરતા ટેમ્પો પકડી લીધો
 • પશુઓ, ટેમ્પો સહિત 6.50 લાખનો મુદ્દામાલ કબજે

વ્યારા તાલુકાના ઉનાઈ ચાર રસ્તા પાસેથી વ્યારા પોલીસ દ્વારા એક આઈસર ટેમ્પોમાં સાત ગાય અને ચાર વાછરડાં લઈ જવાતા ઝડપી લેવાયા છે. ટેમ્પોમાં કોઈપણ જાતના ઘાસચારા કે પાણીની સગવડ તેમજ સક્ષમ અધિકારી નામ સર્ટિફિકેટ વગર દૂધાળા પશુઓની હેરાફેરી કરાઈ રહી હોવાને પગલે વ્યારા પોલીસે બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી 6.50 લાખ નો મુદામાલ કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વ્યારા નગરના ઉનાઈ ચાર રસ્તા પાસે વ્યારા પીઆઇ રાકેશ પટેલ અને ટીમ દ્વારા વાહનચેકિંગ કરી રહ્યા હતા ત્યારે તે દરમિયાન એક આઈસર ટેમ્પોના નંબર GJ. 09 Z 4330) ને અટકાવ્યો હતો. જેના પાછળના ભાગે ચેક કરતા ટેમ્પામાં કોઈપણ જાતના ઘાસચારા કે પાણીની સગવડ વિના ખીચોખીચ સાત નંગ દૂધ આપતી ગાય અને ચાર વાછરડા અને એક વાછરડો મરણ હાલતમાં મળી આવ્યો હતો. વ્યારા પોલીસ દ્વારા ટેમ્પોમાં સવાર ગોપાલભાઈ માલાભાઈ પરમાર રહે પીપોરા ચૌહાણ ફળિયું તા. બાયડ જિલ્લો અરવલ્લી તેમજ મનતુભાઇ શામળભાઈ ઝાલા રહે સનગાલ તાલુકો બાયડ જીલ્લો અરવલ્લીની અટક કરી હતી.

​​​​​​​તેમજ ગાયો કિંમત 3.50 લાખ વાછરડા 4 કિંમત 2000 તેમ જ ટેમ્પો કિંમત ત્રણ લાખ મળી કુલ્લે 6.52 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના દુધાળા પ્રાણીઓની હેરાફેરી કરવા બાબતેનો બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ વ્યારા પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો