કોરોના બેકાબૂ:તાપીમાં ગુરુવારે બે દર્દી નોંધાયા

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં આજ રોજ વધુ 2 વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ સાથે જિલ્લામાં કેસની કુલ સંખ્યા 513 પર પહોચી છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 398 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે, જયારે 92થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ રંગુનવાલાના જણાવ્યા અનુસાર ગુરુવારે જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. વ્યારાના કાનપુરામાં 65 વર્ષીય પુરુષ અને નિઝરના દેવાળામાં 75 વર્ષીય પુરુષ મળી કુલ 2 કેસ સરકારી ચોપડે રજીસ્ટર કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...