તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાકાલી:વ્યારા જૂના બસ સ્ટેન્ડ નજીક 1 મહિનાથી ખાડા ખોદી પેવર બ્લોકનો ઢગલો કરાતા મુશ્કેલી

વ્યારા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગેસ લાઇન નાંખવા ખાડા ખોદાયા છે - Divya Bhaskar
ગેસ લાઇન નાંખવા ખાડા ખોદાયા છે

વ્યારા નગરપાલિકા વિકાસના કામો કરે છે તેની સામે કેટલાક કામમાં ધ્યાન ન આપતા લોકોને મુશ્કેલી પડતી રહે છે. નગરપાલિકાના ઇજનેરો પણ આ બાબતે ધ્યાન આપતા નથી વ્યારાના ભરચક ગણાતા જૂના બસ સ્ટેન્ડ રોડ પર છેલ્લા એક મહિનાથી ગેસ લાઇનના કામકાજ માટે ખાડા ખોદી અને પેવર બ્લોક સાઈટ પર મુકી દેવાયા છે. એક મહિનાથી ઉતરેલી વેઠ ના પગલે કારણે દુકાનદારો સહિત સ્થાનિકોની રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. વ્યારા પાલિકાની ચૂંટણીના કારણે સત્તાધીશો ન હોય નગરપાલિકાનું ભારણ ચીફ ઓફિસર પર આવી ગયું છે.

બીજી તરફ ચીફઓફિસર વહીવટદાર તરીકે હોવાને કારણે ચૂંટણીમાં વિવિધ મિટિંગમાં અને અન્ય કામગીરીમાં વ્યસ્ત રહે છે. નગરપાલિકા પૂરતું ધ્યાન આપી શકતા ન ન હોવાની પાલિકા કર્મચારીઓમાં ચર્ચાઓ થઈ રહી છે. વ્યારા જૂના બસસ્ટેન્ડ વિસ્તાર ભરચક ગણાય છે. આ વિસ્તારમાં બસ સ્ટેન્ડ હોવાને કારણે દિવસ દરમિયાન હજારો મુસાફરો અવરજવર કરે છે અને ટ્રાફિક વધારે થાય છે. આ વિસ્તારમાં નગરપાલિકાની મંજૂરીથી રસ્તાની બાજુમાં ગેસ પાઈપલાઈનની કામગીરી હાથ ધરાઇ હતી, જે માટે ખાડા ખોદી પેવર બ્લોક સાઈટ પર મુકી દેવાયા હતા.

એક મહિનાથી આ વિસ્તારમાં ખાડા ખોદી પેવર બ્લોક સાઇટ પર મૂકી દેવાયાના કારણે આ વિસ્તારના રહીશો રાહદારીઓ અને વાહનચાલકો અને સ્થાનિક દુકાનદારોને મુશ્કેલી વધી ગઈ છે. અવાર નવાર મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરતા મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો