ક્રાઈમ:વ્યારામાં સગીરા પર દુષ્કર્મ કરનાર યુવકને ફાંસીની સજાની માંગ કરતુ આદિવાસી મંચ

વ્યારા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નગરમાં આદિવાસી સગીરા ઉપર થયેલા અત્યાચાર અને દુષ્કર્મ સંદર્ભે આદિવાસી યુવા પંચ તાપી દ્વારા કલેકટરને આવેદન આપી દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસીની સજા થાય એવી માગણી કરી હતી. તેમજ ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન થાય તે માટે તંત્રએ કડક હાથે પગલાં ભરવા માટેની માંગણી કરી હતી. વ્યારામાં રહેતી એક 14 વર્ષીય સગીરાને મુસ્લિમ યુવક દ્વારા તેના બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે બે વાર બળાત્કાર કર્યો હતો.

આદિવાસી યુવા પંચના હોદેદારો અને  સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
આ અંગે સગીરાના માતા-પિતાને જણાવતા આરોપી યુવક વિરુદ્ધ વ્યારા પોલીસ આવી પોક્સો એક્ટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી. આદિવાસી વિસ્તારમાં આદિવાસી સગીરા પર થયેલા અત્યાચારને પગલે વિવિધ સંસ્થાઓ આગળ આવી રહી છે અને સગીરા ન્યાય મળે તે માટે કામ કરી રહી છે. આજરોજ તાપી જિલ્લા આદિવાસી યુવા મંંચ દ્વારા તાપી જિલ્લા કલેકટર આર.જે હાલાણીને આવેદન સાથે રજૂઆત કરી હતી કે વ્યારાની સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસીની સજા થાય તેમજ ભવિષ્યમાં કાયદા બનાવવાની માંગ કરી હતી. સાથે સગીરાને મળવાપાત્ર સરકારી સહાય પણ જલ્દી મળે. વ્યારા નગર ખાતે વિવિધ આદિવાસી આગેવાનો અને તાપી જિલ્લા આદિવાસી યુવા પંચના હોદેદારો અને  સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...