આદિવાસી ખેડૂતોની પરંપરા:આજે પણ પહેલો પાક કુળદેવી કંસરીમાતા ધરાવવા કાવલા ગામે ઉમટે છે

વ્યારા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે તાપી જિલ્લામાં સાતપુડાની ગિરીમાળાઓ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ઘટાદાર જંગલોમાં સોનગઢ તાલુકાનું કાવલા ગામમાં આદિવાસી લોકોની કુળદેવી કંસરી માતાનું પવિત્ર ધામ આવેલું છે. કુદરતે જ્યાં મન મુકીને સૌંદર્ય વેર્યુ છે, એવું આ કાવલા ગામ ખૂબ જ રમણિય સ્થળ છે. અહીંના આદિવાસી લોકો ખૂબ જ શ્રધ્ધા-ભક્તિભાવ પૂર્વક અહીં માતાજીના દર્શન,બાધા-માનતા પુરી કરવા માટે આવે છે.

કંસરી માતાજી એટલે અન્નપૂર્ણા મા, માત્ર ખેતી અને પશુપાલન કરીને જીવન ગુજરાન કરતા અહિંના લોકો વર્ષોથી ધાર્મિક રીત-રિવાજ નિભાવે છે. પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલ ધાન્ય ડાંગર, જુવાર, શેરડી, શાકભાજી વિગેરે પાક તૈયાર થાય એટલે સૌપ્રથમ માતાજીને અર્પણ કરે છે. જ્યાં સુધી માતાજીને આ ધાન્ય ચડાવે નહીં ત્યાં સુધી ઘરના મોભી અથવા વડીલ તે અનાજ કે શાકભાજી ખાતા નથી. લોકમાન્યતા એવી છે કે અહીં માતાજીને અર્પણ કરીને પછી અનાજ ઉપયોગમાં લઇએ તો ઘરમાં બરકત રહે છે. એટલે કે ધન-ધાન્ય આખુ વર્ષ ઘરમાં ખૂટતુ નથી.

કંસરી દેવીની માનતા પૂર્ણ કરવા માટે વર્ષમાં એકવાર ઘરના કે ગામના લોકો ભેગા થઈને પારંપારિક વાદ્ય-સંગીત સાથે દેવીના દર્શન કરવા માટે બળદ ગાડામાં કે પદયાત્રા કરીને આવે છે. નાના-મોટા સૌ લોકો શ્રધ્ધાપૂર્વક માનતા પૂર્ણ કરવા કે દેવના દર્શન કરવા આવે છે. જેને હરખી લઇને જઈએ છીએ એમ કહે છે. ચૌધરી લોકો હરખી કહે છે. જ્યારે ગામીત લોકો તેને હબ કહે છે.આદિવાસી લોકો પરંપરાગત વસ્ત્રો પહેરી પોતાની લોકબોલીમાં દેવીને રીઝવવા ગીત ગાય છે. આ સમયે વાતાવરણ દિવ્ય બની જાય તેવી અનુભૂતિ થાય છે.

કાવલાગઢ પર પ્રવેશદ્વાર નજીક નાનાદેવની સ્થાપના કરેલી હોય છે. જેને સ્થાનિક ભાષામાં ચોકીદાર- નાકેદાર કહેવાય છે. આ દેવની રજા લઇને આવવાની પ્રથા છે. ત્યારબાદ લોકો હરખી લઈને નાહણી માટે જાય છે. નાહણી એટલે નાહવાની જગ્યા એમ જણાવતા નિશાણા ગામના સ્થાનિક પૂંજારી રાજુભાઈ ગામીત કહે છે, કે લોકોને હું રસ્તો બતાવું છું. આ જગ્યાએ કુવો,કોતર પર નાનું દેવનું સ્થાનક હોય છે. જ્યાં હાથ-પગ ધોઈ પવિત્ર થઈ દેવના દર્શન કર્યા બાદ દેવીના દર્શને પહોંચે છે.

લોકબોલીના મંત્રોચ્ચાર સાથે થાય છે માતાની પૂજા
હરખી લઇને આવતા શ્રધ્ધાળુ લોકો પોતાની સાથે ભગત એટલે કે પૂંજારી પણ સાથે લાવે છે. જેથી લોકબોલીના મંત્રોચ્ચાર સાથે લોકોને પૂંજા કરાવે છે. આ ભગતો અવાર-નવાર પૂંજા-અર્ચના કરવા આવતા હોવાથી કઈ કઈ વસ્તુનું પાલન કરવું તે લોકોને બતાવે છે. લોકો પૂરી આસ્થા સાથે દરેક બાબતોનું પાલન કરે છે.

પશુઓના દેવને થાય છે દુધ -દહીંનો અભિષેક
મહિષાસુર અહીં દુધ નાહણી જવાના રસ્તા ઉપર મહિષાસુરનું પણ સ્થાનક આવેલું છે. આદિવાસી લોકો પશુપાલન સાથે પણ સંકળાયેલા છે. જેથી ઘરમાં દુધ-દહીં ઘરમાં કાયમ માટે રહે તે માટે અહીંના દેવને પૂંજે છે. આસ્થાપૂર્વક દૂધ-દહિંનો અભિષેક કરે છે.

આ પૂજા થાય‎
ડોલવણના ડોવળુ (વાજીંત્ર) વાદ્ય કલાકાર અજયભાઈ કોટવાળિયાએ જણાવ્યું હતું કે દેવના પૂંજન માટે દેવ ટાપરૂ, દેવ લાકડી, ડોવળુ, તારપુ વિગેરે વગાડવામાં આવે છે. જેમાં 12 જેટલા ચાળા વગાડવામાં આવે છે. જેમાં દેવલીમાળી, કંસરીગઢ, દેવમોગરા, ગોવાળદેવ, કવાડિયાગઢ, હરાલી, મોરાલી, માયાદેવી, તોરણીયાગઢ, રહણી ગઢ, ભીલદેવ, ઘુસમાયમાડી, ભુરી-માદાણ, મલવણ, ચોંસઠ જોગણી, નરસીભૂત, ફુલ મોગરા, દુધ મોગરા, કાલી કાકર, બગલાગઢ દેવના અલગ અલગ ચાળા વગાડી દેવની પૂંજા કરવામાં આવે છે.

આ રીતે પહોંચી‎ શકાય મંદિરે‎
ડોલવણના ડોવળુ (વાજીંત્ર) વાદ્ય કલાકાર અજયભાઈ કોટવાળિયાએ જણાવ્યું હતું કે દેવના પૂંજન માટે દેવ ટાપરૂ, દેવ લાકડી, ડોવળુ, તારપુ વિગેરે વગાડવામાં આવે છે. જેમાં 12 જેટલા ચાળા વગાડવામાં આવે છે. જેમાં દેવલીમાળી, કંસરીગઢ, દેવમોગરા, ગોવાળદેવ, કવાડિયાગઢ, હરાલી, મોરાલી, માયાદેવી, તોરણીયાગઢ, રહણી ગઢ, ભીલદેવ, ઘુસમાયમાડી, ભુરી-માદાણ, મલવણ, ચોંસઠ જોગણી, નરસીભૂત, ફુલ મોગરા, દુધ મોગરા, કાલી કાકર, બગલાગઢ દેવના અલગ અલગ ચાળા વગાડી દેવની પૂંજા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...