તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:તાપી જિલ્લાના પૌરાણિક મંદિરોને વિકસાવી ટુરિઝમને વેગ અપાશે

વ્યારા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા ખાતે તાપી કલેક્ટર એચ.કે.વઢવાણીયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલ પ્રવાસન સમિતીની બેઠકમાં જિલ્લામાં પ્રવાસન પ્રવૃતિઓના વિકાસ માટે હાથ ધરવામાં આવેલ વિવિધ વિકાસ કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

વ્યારામાં યોજાયેલી બેઠકમાં સોનગઢનો કિલ્લો, ડોસવાડા ડેમ, આંબાપાણી, બાલપુરા સ્થિત કર્દમેશ્વર મહાદેવ મંદિર, બુહારી સ્થિત રામજી મંદિર અને તળાવ, ગુસ્માઈ માડી મંદિર, પદમડુંગરી પ્રવાસન ધામોને ક્ષમતા મુજબ નેચર ટુરિઝમ-હેરિટેજ તરીકે તથા પૌરાણિક મંદિરોનો આધુનિક વિકાસ કરી વધુમાં વધુ પ્રવાસીઓ આવે તે માટે અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરી તથા આગામી દિવસોમાં હાથ ધરાવામાં આવનાર કામોની ચર્ચા-વિચારણા કરાઇ હતી. આ ઉપરાંત પદમડુંગરી ઈકોટુરિઝમના નવીનીકરણ તથા થુંટી-સેલુડ-નાનછડ પ્રવાસન સાઈટના વિકાસ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં સંસદ પ્રભુભાઈ વસાવાએ જિલ્લામાં વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે ઉકાઈ જળાશયના કિનારે થુંટી ખાતે પ્રવાસન પ્રવૃતિઓ માટે બેઝિક સુવિધાઓ સાથે પાર્કિંગ, ચેકપોસ્ટ, વોટર જેટી, 200 સીટની ક્રુઝશીપ સાથે ડિઝાસ્ટર બોટની સુવિધા તથા ફ્લોટીંગ રેસ્ટોરન્ટ ઉભી કરવા જણાવ્યું હતુ. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા, વનસંક્ષક આનંદકુમાર, અધિક નિવાસી કલેક્ટર આર.જે.વલવી, કાર્યપાલક ઈજનેર મનીષ પટેલ, પી.જી.વસાવા, ન.પા.પ્રમુખ વ્યારા સેજલબેન રાણા સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...