પેટા ચૂંટણી:આજે તાપી જિલ્લા પંચાયતની બેઠકના ત્રણ અને તા.પં.ના 16 ઉમેદવારોના ભાવિ ખુલશે

વ્યારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 9 વાગ્યેથી વ્યારા ડોલવણ અને સોનગઢમાં હાથ ધરાશે મત ગણતરી

તાપી જિલ્લા અને તાલુકા પંચાયત પેટા ચૂંટણી-21 અન્વયે 3 જી ઓક્ટોબર-21 ના રોજ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની મતદાન ગણતરી આજે સવારે 09 વાગ્યેથી હાથ ધરાશે. ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાયેલા મતદાનમાં જિલ્લા પંચાયત 16-કરંજવેલની બેઠક માટે 71.91 ટકા મતદાન નોંધાયું હતું.જ્યારે તાલુકા પંચાયતની પાંચ ખાલી બેઠકોમાં 72.81ટકા મતદાન નોંધાયું હતું. જેમાં જિલ્લા પંચાયતની ખાલી પડેલ જગ્યા 16-કરંજવેલની બેઠક માટે 71.91 ટકા જ્યારે તાલુકા પંચાયતની પાંચ ખાલી બેઠકોમાં 72.81 ટકા મતદાન નોંધાયું હતું.

તાલુકા પંચાયતોની ખાલી બેઠકોમાં વ્યારા તાલુકાની 7.ઘાટા, 14-કેળકુઇ, 1-બાલપુર, ડોલવણ તાલુકાની 3-બેડારાયપુરા અને સોનગઢ તાલુકાની 13-ખેરવાડાની અનુસૂચિત જાતિ બેઠકોમાં કુલ-25406 મતદારોની જેમાંથી કુલ 18499 મતદારો દ્વારા મતદાન કરવામાં આવેલ છે . વ્યારા તાલુકાની 7-ઘાટાની બેઠકમાં 69.44 ટકા મતદાન, 14કેળકુઇની બેઠકમાં 77.99 ટકા, 1-બાલપુરની બેઠકમાં 69.44 ટકા, ડોલવણ તાલુકાની 3-બેડારાયપુરાની બેઠકમાં 70.27 ટકા અને સોનગઢ તાલુકાની 13-ખેરવાડાની બેઠકમાં 77.72 ટકા મતદાન નોંધાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નિઝર તાલુકાની 12-શાલે માટે ભાજપના મહિલા ઉમેદવાર દમયંતી નાઇક બિન હરીફ ચૂંટાયા છે.મતગણતરી સ્થળ તરીકે વ્યારા તાલુકામાં જિલ્લા સેવા સદન, પાનવાડીના બ્લોક-નં-12 બીજા માળના મામલાતદાર કચેરીના મીટીંગ હોલ, ડોલવણ તાલુકા માટે તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, જ્યારે સોનગઢ તાલુકા માટે તાલુકા સેવા સદન નક્કી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...