તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:‘સેવા હી સંગઠન’ના સૂત્રને સાર્થક કરવા એક જૂથ થઈ કામગીરી કરવી

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવા મોર્ચાના પ્રમુખનું વ્યારામાં કાર્યકર્તાઓને માર્ગદર્શન

ગુજરાત પ્રદેશ ભાજપાના યુવા મોર્ચાના પ્રમુખ તાપી જિલ્લાની મુલાકાત આવ્યા હતા. સેવા હી સંગઠનના સૂત્ર સાથે રહીને કામ કરવા જણાવ્યું હતું સાથે તાપી જિલ્લામાં કાર્યકરોએ કોરોના કાળ તમામ સેવાઓ સાથે રક્તદાન તેમજ વૃક્ષારોપણનાં કાર્ય કર્યા જે ખૂબ જ સરાહનીય છે.

એમ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ વ્યારા ખાતે ઉપસ્થિત સભામાં જણાવ્યું હતું. વ્યારા ટાઉન હોલ ખાતે સૌ નવ નિયુક્ત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથેની પરિચય બેઠકમાં યુવા મોર્ચાના કાર્યકર્તાઓનાં સેવા હી સંગઠનના સૂત્ર સાથે જે કોરોના કાળ દરમિયાન રક્તદાન સાથે વૃક્ષારોપણનાં ભગીરથી કાર્યને વિરદાવી જિલ્લાના તમામ લોકોને વેક્સીન માટે પ્રોત્સાહિત કરવાના કાર્ય માટે હાકલ કરી હતી.

આવનાર વિધાન સભાની ચૂંટણીને ધ્યાને લઇ સૌ યુવા કાર્યકર્તાઓને એક જૂથ થઇ તાપી જિલ્લાની તમામ બેઠક કબ્જે કરવા માટેના આજ થી જ કામે લાગી જવાનું આહવાન કર્યું હતું. આ પરિચય બેઠકમાં તાપી જિલ્લા સંગઠન પ્રભારી અશોક ધોરાજીયા, તાપી જિલ્લા સંગઠન પ્રમુખ જયરામ ગામીત તાપી જિલ્લા મહામંત્રી વિકમ તરસાડીયા તેમજ પ્રદેશ યુવા મોર્ચાના મંત્રી સૂરજ દેસાઈ, તાપી જિલ્લા યુવા મોર્ચાના પ્રમુખ વિરલ કોંકણી હાજર રહી તમામ યુવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...