તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • To End An Immoral Relationship, Neither The Wife Nor The Friend, In The End The Tormented Husband Ate The Traps After Cutting The Vein Of The Hand

આપઘાત:અનૈતિક સંબંધ ખતમ કરવા ન પત્ની માની કે ન મિત્ર માન્યો, અંતે ત્રાસેલા પતિએ હાથની નસ કાપ્યા બાદ ફાંસો ખાઇ લીધો

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની અને મિત્ર વચ્ચે પાંગરેલો અનૈતિક સંબંધ વ્યારાના શિક્ષક યુવકના મોતનું કારણ બન્યો

વ્યારા નગરમાં થોડા દિવસ પહેલા તોરણ રેસિડેન્સીમાં રહેતા શિક્ષકની પત્નીને એના મિત્ર દ્વારા પિયર મૂકી આવ્યા હતા, જે બાબતનો માઠું લાગી આવતા શિક્ષકે મિત્રની ગાડી સળગાવી દેતા શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જે પ્રકરણમાં નવો વળાંક આવ્યો હતો. ગત રોજ શિક્ષકએ સુસાઇડ નોટ લખી હાથની નસ કાપી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા મૃતકના પરિવારજનોએ મૃતકની પત્નીના વિરલ સાથે અનૈતિક સંબંધ હોવાને લઇ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો કર્યા છે, જેને લઈ પંથકમાં ચકચાર મચી છે. શિક્ષકના પિતાની ફરિયાદના આધારે પ્રેમી યુવકની અટક કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત થોડા દિવસ પહેલા વ્યારાના મુસાવિસ્તારમાં પાર્થિવભાઈ રમેશભાઇ ચૌધરી(41) અને પત્ની સાથે રહે છે, જેમનો ગત 10 તારીખે ઝઘડો થતાં પત્નીએ તોરણ રેસિડેન્સીમાં રહેતા યુવક વિરલ ચૌધરીને ફોન કરી ગંગાધરા પિયરમાં મુકવા જવા જણાવી દીધું હતું અને વિરલ મિત્રની પત્નીને ગંગાધરા ગાડી મૂકી આવ્યો હતો, જે બાબતે માઠું લાગી આવતા પાર્થિવભાઈએ વિરલના ઘરે જઇ તેમની ગાડી સળગાવી દીધી હતી. વિરલએ પાર્થિવ વિરુદ્ધ વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં આજરોજ નવો વળાંક આવ્યો હતો, જેમાં શિક્ષક પાર્થિવભાઈ રમેશભાઈ ચૌધરીએ ગત રાત્રિ દરમિયાન સરિતા નગરમાં તેના પિતાના ઘરે એકલા હતા ત્યારે હાથની નસ કાપી હતી અને પંખા સાથે ઓઢણીનો ફાંસો બનાવી જીવન ટૂંકાવી દીધું હતું.

પાર્થિવભાઇના પિતાએ પ્રેમી યુવક વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી
વ્યારા પોલીસમાં શિક્ષક પાર્થિવભાઇના પિતાએ પ્રેમી યુવક વિરલ હરીશભાઈ ચૌધરી રહે વાટિકા રેસીડેન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમના પુત્રવધુ અને તેનો પ્રેમી વિરલ હરીશ ચૌધરી સાથે અનૈતિક સબંધ ન રાખવા માટે અવારનવાર પાર્થિવભાઈએ સમજ પાડી હતી તેમ છતાં પુત્રવધુ અને પ્રેમી વિરલ ચૌધરી સમજ્યા ન હતા.જેના કારણે પાર્થિવભાઈને મરવા માટે મજબૂર કર્યા હતા. પત્નીના અનૈતીક સંબંધ કારણે આપઘાત કર્યો હતો, જેને લઇને રમેશભાઈએ વ્યારા પોલીસમાં આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ પ્રેમી યુવક વિરુદ્ધ નોંધાવી હતી. વ્યારા પોલીસ દ્વારા આરોપી વિરલ હરીશભાઈ ચૌધરી(36) રહે વાટિકા રેસીડેન્સી મુસા રોડ વ્યારાની અટક કરી આગળની વધુ તપાસ પીઆઈ રાકેશ પટેલ હાથ ધરી છે.

સ્યુસાઇડ નોટમાં લખ્યું મિત્રને લીધે પગલું ભર્યુ
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મરણ જનાર શિક્ષક પાર્થિવભાઇ ચૌધરી એક સુસાઇડ નોટ લખી હતી જેમાં જણાવ્યા મુજબ પોતાના મોત પાછળ પરિવારજનો અને સાસરિયાંઓ કોઈ વાંક નથી માત્ર વિરલ ચૌધરીના કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યું હોવાનું જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો