ધરપકડ:કુકરમુંડામાં 2.90 લાખના દારૂ સાથે ત્રણ પકડાયા

વ્યારા - કુકરમુંડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ્લે 8,95,000 મુદ્દા માલ સાથે તાપી ક્રાઇમ બ્રાન્ચે કબજે લીધો

તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકામાં આવેલ નિંભોરા ગામના બસ સ્ટેન્ડ અને નિંભોરા ગામ ખાતે આવેલ ખાંડસેરી પાસે એલસીબીની ટીમે બાતમી આધારે નાકાબંધી કરી બે ગાડીઓમાં ગેરકાયદેર લઇ જવાતો 2,90, 000ના દારૂ સાથે ત્રણ ઇસમોને ઝડપી એક વોન્ટેડ જાહેર કર્યો હતો.

તાપી જિલ્લામાં દારૂબંધી અટકાવવા માટે કડક હાથે કામગીરી કરવાની તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજુમદારે પોલીસ ટિમને સૂચના આપી હતી, જે અન્વયે તાપી જિલ્લા એલસીબી પો.સ.ઇ વાય એસ શિરસાઠ તેમજ એલસીબીના હેકો લેબજીભાઈ અને હેકો બીપીનભાઈ પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન બાતમી મળી હતી કે બે ગાડીમાં દારૂ જઈ રહ્યો છે, જેને લઇને નાકાબંધી કરી હતી દરમિયાન નિંભોરા ગામના બસ સ્ટેન્ડ અને નિંભોરા ખાતે કેદારેશ્વર ખાંડસેરીના વચ્ચે મારૂતિ SX4 નંબર MH-2-YA- 8806 ના ડ્રાયવર.

જગન્નાથ મંગા ભાઈ મોહને ( 33) ( રહે. દેવ ફળિયું નવાપુર તા.નવાપુર જી. નંદુરબાર (મહા) હાલ રહે. મરાઠી સ્કૂલની પાછળ શિમ્પીગલી ખાપર તા. અક્કલકુવા જી. નંદુરબાર (મહા)તથા ગાડી નંબર (GJ-9-BA -776) ના ડ્રાંઇવર ચંદ્રસિંહભાઈ વસાવા ( 26) ( રહે. મોટા સૂકાગામ જી.નર્મદા) તથા ક્લીનર દિપકભાઈ શીંપી (મહા) વગર પાસ પરમીટે ગાડીમાં કુલ્લે 58 પૂઠાના બોક્સમાં ગોઆ સ્પિરિટ ઓફ સ્મૂથનેશ વીસ્કી કુલ 2,900 ( કુલ 520.200) લીટર જેમની કુલ કિંમત 2,90,000 તેમજ બે કાર જેમની કિંમત રૂપિયા 6,00,000 તેમજ અલગ અલગ મોબાઈલ નંગ ત્રણ જેમની કિંમત 5,000 મળી કુલ્લે રૂપિયા 8,95,000 મુદ્દા માલ સાથે તાપી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પડ્યા હતા. તેમજ મુદ્દામાલ પૂરો પાડનાર, વિક્કીભાઈ શિંદે(મહા)ને વોન્ટેડ જાહેર કરેલ હતો.

અન્ય સમાચારો પણ છે...