તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વ્યારાના સરેયા ગામ નજીક ટ્રકે બે બાઇકને અડફેટે લેતાં ત્રણના મોત, ટ્રકચાલક ભાગી ગયો

વ્યારા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ યુવકના મોત થતાં લોકોમાં આક્રોશ, પોલીસે મામલો શાંત પાડ્યો

વ્યારા તાલુકાના સરેયા ગામની સીમમાં પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવતી એક ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દઈ સામેથી આવતી બે બાઇકને અડફેટે લીધા હતા. કોલેજથી આવતા 21 વર્ષે યુવક અને બીજી બાઇક પર બનેવીની મરણવીધીમાં હાજરી આપી ઘરે આવતા 45 વર્ષીય યુવકને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અન્ય બાઇકચાલકને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે સુરત લઈ જતી વેળાએ રસ્તામાં મોત નિપજીયું હતુ. આ બનાવ બાદ લોકોમાં ખૂબ આક્રોશ વધી ગયો જેને લઇને વ્યારા પીઆઇ અને ટીમ સ્થળ પર સ્થાનિકોને શાંત કર્યા હતા. ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

વ્યારાના સરેયા નજીક અકસ્માત થતા ત્રણ વ્યક્તિના મોત નિપજયા હતા. અકસ્માતમાં બાઇકનો ભાગ તૂટી ગયો હતોે.
વ્યારાના સરેયા નજીક અકસ્માત થતા ત્રણ વ્યક્તિના મોત નિપજયા હતા. અકસ્માતમાં બાઇકનો ભાગ તૂટી ગયો હતોે.

વ્યારા સરવૈયા રોડ પર ડોલારા તરફથી આવતી ટ્રક નંબર (GJ.5 V4809)ના ચાલકે પૂરપાટ ટ્રક ચલાવી રહ્યો હતો. ત્યારે સામેથી આવતા ખુરદી ગામના શૈલેષ ગામીત અને મુકેશભાઈ ગામીત મરણવિધિમાંથી પરત ઘરે આવી રહ્યાં હતાં. તે દરમિયાન ટ્રકએ સામેથી અથડાવી દેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા જ્યાં મોત નિપજયું હતા.

જ્યારે બીજી બાઇક પર સોનગઢથી ઘરે આવતા રાહુલ ગામીતને પણ ટ્રકે સામેથી અથડવી દેતા ચાલક યુવકનું મોત થયું હતું. ત્રણ ઇસમોના મોતની જાણ થતા મૃતકના સબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ ટ્રકચાલક અકસ્માત કરીને ભાગી ગયો હતો. ટ્રક ચાલકના કારણે ત્રણ વ્યક્તિઓના મોતના પગલે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. ટ્રકચાલક દારૂના નશામાં હોવાની ચર્ચા ગામલોકોએ ઉઠાવી હતી અને દારૂડિયા ચાલકને પકડવા માટે રજૂઆતો કરી હતી. જોકે વ્યારા પી.આઇ. રાકેશ પટેલએ ઘટના સ્થળે જઇ સ્થાનિકોની રજૂઆતો સાંભળીને યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી, જેને લઈ મામલો શાંત પડ્યો હતો.

યુવક કોલેજથી ઘરે આવતા રસ્તામાં કાળનો ભેટો થઈ ગયો
વ્યારા તાલુકાના કરંજવેલ ગામમાં તિલકી ફળિયામાં રહેતા રાહુલભાઈ અશોકભાઈ ગામીત ઉંમર 20 તેના પરિવારજનો સાથે રહે છે. રાહુલ આજરોજ સોનગઢ પોતાના બીજા વર્ષના કોલેજના અભ્યાસક્રમ માટે પોતાની બાઇક નંબર (GJ 26K 8395) લઈને ગયો હતો. કોલેજ પૂર્ણ કરી પરત ઘરે કરંજવેલ આવતી વેળાએ કાળમુખી ટ્રક ચાલકે તેની મોટરસાયકલને અકસ્માત કરી દેતા ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

રાહુલની બાઇકનું ટાયર તૂટી ગયું
સ્થાનિકોના જણાવાયા મુજબ ટ્રક ચાલકે દારુના નશામાં પુરપાટ ઝડપે હંકારી અકસ્માત કરતા રાહુલની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવી દેતા ટ્રક નજીકમાં ઝાડ સાથે અથડાઈ હતી જેના કચ્ચરઘાણ વળી ગયો હતો. બીજી તરફ મોટરસાયકલનું પણ આગળનું ટાયર તૂટી ગયુ હતુ.

બનેવીની મરણક્રિયામાં હાજરી આપી પરત ફરતા અકસ્માતમાં મોત
ખુરદી ગામે શૈલેષભાઈ ગામીત અને મિત્ર મુકેશભાઈ ગામીત રહે છે. શૈલેષભાઈના બનેવીનુ ચિખલડા ખાતે મોત નીપજયું હતું. જેની મરણક્રિયામાં હાજરી આપવા શૈલેષભાઈ અને મુકેશભાઈ બાઇક (GJ 26 T 8084) પર િચખલડા ગયા હતા. પરત આવી રહ્યા હતા ત્યારે સરેયાની સીમમાં ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇકચાલક મુકેશભાઈને હોસ્પિટલમાં લઈ જતી વેળા મોત નીપજ્યું હતુ, જ્યારે પાછળ બેઠેલા શૈલેષભાઈનું ઘટનાસ્થળે મોત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો