તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નદીનું પાણી દૂષિત:વ્યારા પાસે મિંઢોળા નદીમાં કેમિકલવાળું પાણી છોડાતા હજારો માછલીના મોત

વ્યારા11 દિવસ પહેલા
 • કૉપી લિંક

વ્યારા નગરની સીમમાંથી મીંઢોળા નદી પસાર થાય છે. વ્યારા નગર પાલિકા ફાયર સ્ટેશન પાસે મિંઢોળા નદીમાં ગટરનું પાણી છોડવામાં આવે છે. આ ગટરના પાણી સાથે કેમિકલવાળું પ્રવાહી છોડવામાં આવતા મીંઢોળા નદીનું પાણી દૂષિત થયું હતું અને નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ ટપોટપ મરી ગઈ હતી. સાથે પાણીમાં રહેતા અન્ય જીવોને પણ અસર થઈ હતી.

માછલી પર કેમિકલની અસર થતા મૃત માછલી નદીના પાણી પર તરી આવી હતી. મોટીસંખ્યામાં મૃત માછલી નદીમાં તરતા જોતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. નદીમાં ભળતા ગટરિયા પાણીની સાથે કેમિકલ આવી ગયું હોવાને કારણે પ્રાથમિક તપાસમાં માછલીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

કેમિકલવાળું પાણી જો આવતું હશે તો તાત્કાલિક બંધ કરાશે
આરોગ્ય વિભાગની ટીમને તપાસ કરવા માટે મોકલાવુ છું. જે બાદ માછલીઓના મોતના કારણ જાણવા મળશે. જો કેમિકલવાળું પાણી આવતું હશે તો તેને તાત્કાલિક બંધ કરાશે અને પાણી સ્વચ્છ કરવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. > શૈલેષભાઈ પટેલ, ચીફ ઓફિસર, વ્યારા નગરપાલિકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો