ઉજવણી:તાપીની 1049 આંગણવાડીમાં પોષણ માહ દરમિયાન થીમ મુજબ ઉજવણી

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકો, સગર્ભા, કિશોરીઓને, યોગની તાલીમ સાથે ફાયદાઓ જણાવાયા

તાપીમાં પોષણ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ. પોષણ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જનભાગીદારીથી પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં “પોષણ માહ સપ્ટેમ્બર – 2021 “ની ઉજવણી “કુપોષણ છોડ પોષણ કી ઓર- થામે ક્ષેત્રીય ભોજન કી ડોર”ના થીમ ઉપર ઉજવણી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે.

જે અન્વયે તાજેતરમાં વાલોડ ઘટકમાં આયુષ ડો. પ્રતિભાબેન દ્વારા કુપોષણ અંગે કિશોરીઓને શિક્ષણ આરોગ્ય તેમજ યોગા વિષે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત સમગ્ર માસ દરમિયાન અલગ અલગ થીમ મુજબ 0-6 વર્ષના બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને કુપોષણમાંથી બહાર લાવવા અંગેની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

સમગ્ર પોષણ માસ દરમ્યાન તાપી જિલ્લાની 1049 આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માહ દરમિયાન અલગ –અલગ સપ્તાહિક થીમ મુજબ ઉજવણી અંતર્ગત આજે જીલ્લાના વિવિધ કેન્દ્રો પર આઈસીડીએસ અને આયુષ વિભાગ દ્વારા યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.

સોનગઢ-1 ઘટકમાં આયુષ ડો. કૃણાલભાઇ દ્વારા કિકાકુઇ પ્રાથમિક શાળા ખાતે તથા વાલોડ ઘટકમાં આયુષ ડો. પ્રતિભાબેન દ્વારા યોગા તેમજ આયુષ પ્રથા વિશે માર્ગદર્શન, યોગના ફાયદાની જાણકારી આપી હતી. જેમાં બાળકો, સગર્ભા, કિશોરીઓને, યોગની તાલીમની સાથે યોગના ફાયદા અંગે ઉપસ્થિત સૌને અવગત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બાળકો, કિશોરીઓ સગર્ભાબેનો તેમજ આંગણવાડીની કાર્યકરો, મુખ્ય સેવિકા અને સીડીપીઓ અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...