તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજ નિષ્ઠા:સપ્તાહમાં પરિવારમાં બે મોત છતાં યુવતી ફરજ પર હાજર

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સપનાબેન. - Divya Bhaskar
સપનાબેન.
  • વ્યારા જનરલ હોસ્પિટલની નર્સની સેવાભાવનાને સલામ

વ્યારાની જનરલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા કરતી મહિલાને કોરોના થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં તબિયત સુધારા પર આવી જતા કોરોનાને માત કર્યો હતો, જેની સાથે પરણિતાના સસરા અને કાકા સસરાના ટૂંકા ગાળામાં મોત થતા નર્સની મુશ્કેલી વધી હતી તેમ છતાં પરિસ્થિતિને જોઇને પરિવારમાં બે મોત થયા હોવા છતાં ફરજમાં પાછા આવી ગયા હતા.

વ્યારાના સાંકળી ગામે સપનાબેન દેવસિંગભાઈ ચૌધરી (29) પતિ અને પરિવાર સાથે રહે છે અને વ્યારા જનરલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, ગત 02- 4 -2021ના રોજ સપનાબેનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તબિયત નાજુક થતાં તેમને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઓક્સિજન લેવલ ઓછુ થતાં વેન્ટિલેટર પર મુકવાની તૈયારીઓ હતી, પરંતુ મક્કમ મનોબળ ધરાવતા સપનાબહેને 15 દિવસની લડત બાદ કોરોનાને માત આપી હતી, જે બાદ સપનાબેન તેમના સાસરીયે રહેતા હતા ત્યાં તેમના સસરાનું 28 એપ્રિલ 2021ના રોજ મોત નિપજ્યું હતું. જે બાદ 1.5. 21ના રોજ તેમના કાકા સસરાનું કોરોનાના સંક્રમણની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સપ્તાહમાં પરિવારમાં બે મોભીઓના મોત થતાં મુશ્કેલી વધી હતી. સપનાબેન પરિવારમાં મોભીઓના મોતના કારણે કપરી પરિસ્થિતિમાં મુકાયા હતા. તેમ છતાં તેમના પતિ દ્વારા તેમને સતત હિંમત આપી અને તેમની જે સેવા છે. આપણે ત્યાં જેવું થયું છે તેવું અન્ય ન થાય તે માટે તમારે ફરજ પર જલ્દી જવું જોઈએ જણાવતા સપનાબેન સાતમી તારીખથી ફરી સ્વસ્થ થઈ ફરજ પર જોડાઈ કોવિડ હોસ્પિટલમાં સેવામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...