તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વ્યારામાં 25 દિવસથી બંધ પેવરબ્લોકના કામથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધી

વ્યારા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વ્યારામાં પેવર બ્લોકના અધૂરા કામ મુશ્કેલીઓ વધારી રહ્યા છે. - Divya Bhaskar
વ્યારામાં પેવર બ્લોકના અધૂરા કામ મુશ્કેલીઓ વધારી રહ્યા છે.
 • બે દિવસ જોરમાં કામ ચાલ્યું બાદ રોડ નજીક એક ફૂટ ખાડા પાડી કામ બંધ

વ્યારા નગરપાલિકા દ્વારા નગરજનોના વિકાસ માટે વિવિધ કામો કરે છે નગરમાં રસ્તા પાણી વીજળી સુવિધા માટે નગરપાલિકા આયોજન કરે છે અને કામોની મંજૂરી આપી દે છે. વ્યારા નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગની બાજુમાં આવેલા પાશ્વદર્શન કોમ્પલેક્ષ પાસે તેના બાજુના કોમ્પલેક્સ ખાતે પેવર બ્લોકનું કામ આયોજન કર્યું હતું. વ્યારા નગરપાલિકા ટેન્ડરીંગ કરી કામ એજન્સીને વિધિવત આપી દીધુ હતું.

25 દિવસ પહેલા સ્થાનિક નેતાઓ દ્વારા ખાતમુહૂર્ત પણ કરાયું હતું. સ્થાનિકોને સુવિધા વડે અને સ્વચ્છતા રહે એ માટે પેવર બ્લોકનું કામ ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે એવી બાંહેધરી અપાઇ હતી. શરૂઆતના બે દિવસ કામ પૂરજોશમાં ચાલ્યુ ત્યારબાદ બાદ છેલ્લા 25 દિવસથી કોન્ટ્રાક્ટરે ખાડા ખોદી કામ અધુરૂ મૂકી દેતા આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશો દુકાનદારો અને રાહદારીઓને મુશ્કેલી વધી ગઈ છે.

ઉડતી ધુળની ડમરીઓને કારણે સ્થાનિકોમાં મુશ્કેલી વધી રહી છે. વ્યારા પાલિકા દ્વારા ગંભીરતા દાખવી અને તાકીદે અધૂરા મુકાયેલા પેવર બ્લોકનું કામ ચાલુ કરાવે જેથી લોકોની પડતી મુશ્કેલીઓ દૂર થાય આ વિસ્તારમાં વાહનો પાર્ક કરવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. પાલિકા દ્વારા તાકિદે કોન્ટ્રાક્ટરને સૂચના આપી બંધ કરાયેલું કામ ચાલુ કરાવે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો