તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં ઉત્તરાખંડમાં હિમસખલન ના કારણે મચેલી તબાહીના પગલે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના લોકો માટે હેલ્પ લાઈન નંબર જારી કરાયો હતો.બીજી તરફ જિલ્લામાંથી એક માત્ર વ્યારાની મહિલા ઉત્તરાખંડના પ્રવાસે ગયા હતા. પરંતુ તેઓ એક દિવસ અગાઉ સુરત પરત આવી ગયા હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ઉતરાખંડમાં હિમસ્ખલનના કારણે તબાહી મચી હતી.જેના કારણે મુલાકાત માટે ગયેલા લોકોની મુશ્કેલીઓ વધી અને અસરગ્રસ્ત વિસ્તારમાં અફરાતફરી છે.
અફવા વધે નહિ તેમજ સાચી માહીતી મળે તે માટે વિવિધ જિલ્લાઓ દ્વારા તકેદારી રાખી હતી, જે અંતર્ગત તાપીમાં પણ કલેકટર આર.જે હાલાણી દ્વારા આ રાજ્યના પ્રવાસે ગયેલા સહેલાણીઓની માહિતી એકત્ર કરાવી હતી. જો કે જિલ્લામાં એક મહિલા ઉતરાખંડ ગયા હતા.જેઓ ગત રોજ પ્રવાસ પૂર્ણ કરી પરત આવી ગયા હતા. જ્યારે અન્ય જિલ્લામાંથી કોઇ ઉત્તરાખંડ ગયું ન હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ તાપી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કંટ્રોલરૂમ ચાલુ કરી દેવાયો હતો જેથી ઉત્તરાખંડ ગયેલા લોકોનોે સંપર્ક કરી શકાય.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.