તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વ્યારા નગરપાલિકાએ 15થી 21 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આવશ્યક ચીજવસ્તુઓની દુકાન બપોરે 12 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે

તાપી જિલ્લા સહિત વ્યારામાં વધતા જતા કોરોનાના કેસને લઈ લોકડાઉન બાબતે મંગળવારે સાંજે વ્યારા પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશી તેમજ પાલિકા પ્રમુખ સહિત હોદેદારોએ મિટિંગ મળી હતી, જેમાં 7 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરાયો હતો.

લોકડાઉનએ કોરોનાની ચેઇન અટકવા માટે એક માત્ર ઉપાય હોય જેને લઈ વ્યારા પાલિકા તંત્રએ વ્યારા પાલિકા ખાતે પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશી, પાલિકા પ્રમુખ સેજલબેન રાણા સહિત સભ્યોએ બેઠક યોજી 15મી એપ્રિલથી 7 દિવસ માટે વ્યારા પાલિકા વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન માટે નક્કી કર્યું હતું.

જેમાં પાલિકા હદ વિસ્તારના તમામને તથા વેપારીઓને જણાવ્યું હતું કે મહામારી ધ્યાને લેતા વ્યારા તથા જિલ્લાની પરિસ્થિતિ કાબૂ કરવા 15થી 21 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાનું જાહેર કરવામાં આવે છે. લોકડાઉન દરમિયાન ફક્ત દૂધ તથા દવાની દુકાનો ખુલ્લી રહેશે. તેમજ શાકભાજી તથા ફ્રૂટની દુકાનો સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકશે. હોટલો પણ સંપુર્ણ બંધ રહેશે.

ફક્ત દૂધ તથા દવાની દુકાનો ખુલ્લી રહેશે
આજરોજ વ્યારા પાલિકામાં મિટિંગ યોજાઈ હતી, જેમાં નગરપાલિકા હદ વિસ્તારમાં 15મી એપ્રિલથી 07 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન ફક્ત દૂધ તથા દવાની દુકાનો ખુલ્લી રહેશે.તેમજ શાકભાજી તથા ફ્રુટ ની દુકાનો સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકશે. બાકીની સંપૂર્ણ બંધ રહેશે.> સેજલબેન રાણા, વ્યારા, પાલિકા પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો