તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચર્ચા:વ્યારા બાર એસોસિયેશને હાલની પરિસ્થિતિ ધ્યાને રાખી બેઠક યોજી

વ્યારા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 20 એપ્રિલ સુધી ગેરહાજરી દરગુજર કરી મુદત આપવા વિનંતી

તાપી જિલ્લાના વ્યારા ખાતે વ્યારા બાર વકીલ મંડળ એસો.ના પ્રમુખ નીતિનભાઈ પ્રધાનની હાજરીમાં ગુરુવારે બેઠક યોજાઇ હતી, જેમાં હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને એક ઠરાવ કરવામાં આવ્યો હતો. 31 .3 2021થી 20.4. 2021 સુધી પક્ષકારો થતા એડવોકેટની ગેરહાજરી દરગુજર કરી મુદત આપવા વિનંતી કરી હતી.

વ્યારા બાર એસોસીએશનના પ્રમુખ નીતીનભાઇ પ્રધાને એક બેઠક બોલાવી વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી. તેમજ તાપી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સના નામદાર જજને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારીએ વિકટ સ્વરૂપ ધારણ કરેલ છે. હાલ ઘણા પક્ષકારો, વકીલો , કોર્ટ સ્ટાફનાં કર્મચારીઓ તથા પોલીસ કર્મચારીઓની ઘણી અવરજવર થઈ રહેલ છે તથા કોર્ટની લીફટમાં પણ ઘણાં લોકો અવરજવર કરે છે, જેના કારણે આ ગંભીર બીમારીનું સંક્રમણ વધુ ઉભુ થાય તેમ છે અને કોર્ટ સાથે જોડાયેલા જજ સાહેબ , પક્ષકારો , વકીલ , કોર્ટ સ્ટાફનાં કર્મચારીઓ તથા પોલીસ કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં નજીકના દિવસોમાં આવેલ હોય તેવી ગંભીર પરિસ્થિતી ઉભી થયેલ જેથી વ્યારા વકીલ મંડળના રૂમમાં હોદેદારો તથા વકીલોની અરજન્ટ મીટિંગ બોલાવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તકેદારી રૂપે વ્યારા વકીલ મંડળ દ્વારા ઠરાવ કરવામાં આવે છે કે , 31 /03 /2021થી 20/04 /21 સુધી પક્ષકારો તથા એડવોકેટની ગેરહાજરી દરગુજર કરી મુદત આપવા નમ્રતા પુર્વક આપ સાહેબને વિનંતી કરવામાં આવે છે.

વધુમાં ખૂબ જ જરૂરી કહી શકાય તેવા અરજન્ટ કેસો તથા કસ્ટડીમાં રહેલા કેદીઓનાં કેસો સિવાય અન્ય કેસોની કાર્યવાહીમાં પક્ષકારોની હાજરીનો આગ્રહ ન રાખવા તેમજ મુદત આપવા વિનંતી કરવામાં આવે છે તેમજ પક્ષકારો તથા વકીલની ગેરહાજરીમાં કોઈ કેસ એકતરફી નિકાલ ન કરવા તથા વોરંટ ઈશ્યુ ન કરવા કે કોઈ કેસ ડી.ડી. નહીં કરવા કે કોઈ સ્ટેજ બંધ નહી કરવા નામદાર સાહેબને વિનંતી કરી હતી. જો કોઈ કેસના બંને પક્ષના વકીલો અને પક્ષકારો સંમતિથી સમાધાન પ્રકારની કે કોઈ પ્રકારની મેટર ચલાવા માંગતા હોય તો ચલાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો