અકસ્માત:વાહને ટક્કર મારતા બાઈક સામેથી આવતી કારમાં ઘુસી, ચાલકનું મોત

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યારા તાલુકાના ચીખલદા ગામ પાસે સર્જાયો અકસ્માત

વ્યારા તાલુકાના ચીખલદા પાસે એક બાઈકે આગળ ચાલતી અન્ય બાઈકને ટક્કર મારતા બેકાબૂ બાઇક સામેથી આવતી કાર સાથે ટકરાઈ હતી. જેમાં સરૈયા ગામના બાઇકચાલકનું મોત નિપજ્યું હતું. વ્યારા તાલુકાના સરૈયા ગામના દાદરી ફળીયામાં રહેતા હેમંતભાઈ બાપજીભાઈ ગામીત સવારે તેના મિત્ર સાથે પોતાની સ્પ્લેન્ડર બાઈક નંબર GJ26 H 4155 લઇને ઘરેથી વ્યારા તરફ કામકાજ માટે જઈ રહ્યો હતો.

દરમિયાન ગામના જ બીલખડી ફળીયામાં રહેતો સુધીરભાઈ અશ્વિનભાઈ ગામીતએ પોતાના કબ્જાની બાઈક નંબર GJ-26/AA/ 9303ની પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી હેમંતભાઈની બાઇકના પાછળના ભાગે એરિયલ સાથે અથડાવી હતી, જેના કારણે સુધીરભાઈએ બાઇક પરનો કાબુ ગુમાવતા સામેથી આવતી એક કાર નંબર GJ.05 RJ 1050ની સાથે અથડાયા હતા જે અકસ્માતમાં સુધીરભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનુ મોત નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...