કોરોના મહામારી:તાપી જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ સાથે કુલ આંક 554 થયો

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે તાપી જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. વ્યારા નગરમાં બે અને ડોલવાણ માં એક મળી કુલ ત્રણ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગે રાહત થઇ હતી. તાપી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 554 પર પહોંચી છે તાપી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વધી રહેલા કોરોના ના આંકડા શુક્રવારે ઘટી ગયા હતા શુક્રવારે તાપી જિલ્લાના વ્યારા નગરમાં કાપડ બજારમાં 70 વર્ષીય પુરુષને અને વ્યારા તાલુકાના ચીખલીમાં રહેતા 26 વર્ષિય મહિલા અને ડોલવણ તાલુકામાં ગત ગામમાં 35 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત દર્દી તરીકે નોંધાયા હતા. શુક્રવારે જિલ્લામાં 59 કોરોનાના એક્ટિવ છે જ્યારે ત્રણ દર્દીઓને સાજા થતા આજે રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...