તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:તાપી જિલ્લાના નવા ત્રણેય કેસ વાલોડ તાલુકામાં મળ્યા

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાનો કુલ આંક 528

તાપી જીલ્લામાં આજ રોજ વધુ 3 વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કેસની કુલ સંખ્યા 528 પર પહોચી છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 427 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 78 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ના જણાવ્યા અનુસાર તા.20મી સપ્ટેમ્બર રવિવાર નારોજ વાલોડ તાલુકામાં કોરોના ના 3 કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તાપી જિલ્લામાં નોંધાયેલા કેસો
- 18 વર્ષિય મહિલા, જુનુ ફળિયું, સાતવલ્લા-વાલોડ
- 35 વર્ષિય પુરુષ, પટેલ ફળિયું, ગોડધા-વાલોડ
- 34 વર્ષિય પુરુષ, પટેલ ફળિયું, ગોડધા-વાલોડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો