તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધડપકડ:વ્યારામાં થયેલી 1.90 લાખની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય આરોપી વોન્ટેડ, ચોરેલો મુદ્દામાલ રિકવર માટેની તજવીજ

વ્યારા નગરમાં રહેતા એક પરિવાર રામપુરા નજીક આવેલા સંબંધીઓને ત્યાં રોકાવા ગયા હતા, જે દરમિયાન તેમના ઘરે 1.90  લાખની ચોરી વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. વ્યારા પીઆઇ દ્વારા બાતમીના આધારે ચોરીનો ગુનો ઉકેલી કાઢયો હતો ચોરીમાં સંડોવાયેલા એક આરોપીને બારડોલીથી ઝડપી પાડી ચોરીની રકમ અને સોનાની  રિકવરી તજવીજ હાથ ધરી હતી.

બાતમીના આધારે એક ટીમને બારડોલી મોકલી એક શકમંદ આરોપીને ઊંચક્યો હતો

વ્યારા  માલીવાડમાં મંજુબેન તેની દીકરી સોનાબેન અને જમાઈ દિનેશભાઈ કરમુર સાથે રહે છે 27મી તારીખે ત્રણે ઘર બંધ કરી રામપુરા સંબંધીને ત્યાં જમવા ગયા હતા અને રાત રોકાયા હતા. સવારે પરિવાર ઘરે આવતા દરવાજાનો નકૂચો તોડી ચોરો દ્વારા અંદર પ્રવેશી સોના-ચાંદીના દાગીના અને રોકડા  મળી 1.90  લાખની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાઇ હતી. તપાસ કરતાં વ્યારા પી.આઈ એચ .સી. ગોહિલે ખાનગી બાતમીના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો. બાતમીના આધારે એક ટીમને બારડોલી મોકલી એક શકમંદ આરોપીને ઊંચક્યો હતો, જે શકમંદ આરોપી તિલક સિંગ જોગિંદરસિંગ સિક્સલ રહે.બારડોલીની અટક કરી હતી. વ્યારા પીઆઇ ગોહિલે પુછતાછ હાથ ધરી હતી, જેમાં આરોપી ટીલકસિંઘે ચોરીનો ગુનો ઉકેલી કાઢયો હતો. આ ચોરીના ગુનામાં વપરાયેલી બાઈક પણ પોલીસે કબજે કરી હતી સાથે આ ચોરીના સોના અને રોકડ  મુદ્દામાલ કબજે કરવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી, સાથે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો