ક્રાઇમ:ખુશાલપુરા પાસે ટેમ્પો પલટી ગયો, તપાસ કરતા અંદરથી 5.50 લાખનો દારૂ મળ્યો

વ્યારા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારા પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું

વ્યારા તાલુકા ના ખુશાલપુરા ગામ ની સિમ માં પસાર થયેલા એક ટેમ્પો પલટી માર્યો હતો.જે ટેમ્પા માં તપાસ કરતા દારૂ નો જથ્થો હોવાનુ બહાર આવતા વ્યારા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી.જે ટેમ્પા માં દારૂ ની બોટલો નંગ 7896 કિંમત 5.64.000 અને ટેમ્પો ની કિંમત7 લાખ મળી કુલે 12 લાખ નો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઘટના અંગે મળતી વિગતો મુજબ તાપી જિલ્લા માં પોલીસ તંત્ર દારૂબંધી માટે કડક કામગીરી કરી રહી છે.જેની સામે બૂટલેગરો પણ દારૂ ની હેરાફેરી ચોરી છુપી કરી રહ્યા છે.વ્યારા તાલુકા ના ખુશાલપુરા ગામની સીમમાંથી પુરપાટ ઝડપે પસાર થઇ રહેલ દારૂ ભરેલ ટેમ્પો ને.હા. 53 પર તા. 21 મી નવેમ્બરે સવારનાં અરસામાં પલ્ટી મારી જતા 5 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાઇ ગયો હતો. આ પલ્ટી મારી ગયેલ ટેમ્પો ન. જીજે 5 બીટી 4100 માં આશરે બોટલ નંગ 7896 કિ.રૂ. 5.64 લાખનો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ દારૂનાં જથ્થો તેમજ ટેમ્પો કિ. રૂ. 7 લાખ મળી કુલ્લે રૂ.12.64 લાખનો મુદ્દામાલ પોલિસે ઝડપી પાડ્યો હતો. જેમાં ટેમ્પો ચાલક ભાગી છુટ્યો હોવાનું પોલિસ ચોપડે નોંધાયુ છે.પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...