તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:તાપી જિલ્લા ફૂડ વિભાગે 366 સેમ્પલ લીધા, એક વર્ષમાં 3.65નો દંડ વસૂલ્યો

વ્યારા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપીમાં 7 તાલુકામાં 1563 જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે

સોમવારે વર્લ્ડ ફ્રૂડ સેફટી ડે છે, ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે કપરી પરિસ્થિતિ યથાવત રહી છે. તાપી જિલ્લા ફૂડ વિભાગ દ્વારા એક વર્ષમાં 7 તાલુકામાં નાના મોટા ફૂડ એકમો પર 366 થી વધુ ફૂડના સેમ્પલો લીધા હતા, જે ફૂડના નમૂના ફેલ થતા તેમના પર અંદાજીત 3,65,000નો દંડ પણ વસૂલ કર્યો છે. તાપી જિલ્લામાં કોરાના કારણે ફૂડ વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. જોકે હાલ પરિસ્થિતિને થાળે પડતા ફૂડ અને હોટેલ વ્યવસાય મંદીમાંથી બહાર આવી રહ્યો છે.

7 જૂન એટલે વલ્ડ ફૂડ સેફ્ટી ડે તરીકે ઓળખાય છે. સમગ્ર દેશમાં કોરોનાના કહેરના કારણે હોટલ સહિત ફૂડ વ્યવસાય મરણતોલ પથારીએ આવી ગયો છે.વ્યારા ખાતે ફૂડ અને ડ્રગ્સ વિભાગની કચેરી આવેલી છે તાપી જિલ્લાના તાલુકા વ્યારા વાલોડ સોનગઢ ઉચ્છલ નિઝર કુકરમુંડા અને ડોલવણમાં કામગીરી સંભાળે છે. તાપીમાં સાત તાલુકામાં 1563 નાના-મોટા ફૂડના લાઇસન્સ રજિસ્ટ્રેશન કરાવ્યા છે.

સૌથી મોટો દંડ 2 જગ્યાએ ફટકાર્યો
ફૂડ વિભાગ દ્વારા ચાલુ વર્ષે મોટોમાં મોટા બે સ્થળોએ દંડ વસૂલયો છે. સોનગઢમાં આવેલી મોર્યા ફૂડ ઇન્ડસ્ટ્રીને 1 લાખ અને રેખા ગૃહ ઉદ્યોગને 1 લાખનો દંડ આપ્યો હતો. હાલ તાપી જિલ્લામાં લેવામાં આવતા તમામ સેમ્પલ ટેસ્ટિંગ માટે ફૂડ લેબોરેટરી રાજકોટ ખાતે તપાસ અર્થે મોકલાય છે. હાલ કોરોનાના કારણે તાપી જિલ્લામાં ફૂડ ઉદ્યોગ ધીમે ધીમે છૂટછાટના કારણે ચાલુ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...