તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્ર:ભારે વરસાદમાં મકાન તૂટી પડતાં વ્યારા તાલુકા પંચાયતે સહાય કરી

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના વ્યારા ખાતે અવારનવાર વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે કાચા પાકા મકાનોને નુકસાન થઈ રહ્યું હતું જે અંતર્ગત ગત 17 મી મેના રોજ આવેલા વરસાદને કારણે વ્યારા તાલુકાનું સરવા ગામે રહેતા એક ઈસમનું કાચું મકાન તૂટી પડયું હતું જેને સર્વે કરી આજરોજ વ્યારા તાલુકા પંચાયત ના પ્રમુખ હસ્તે સહાયનો ચેક અપાયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વ્યારા પંથકમાં ગત 17મી તારીખ ના રોજ સાંજે ભારે વરસાદ સાથે પવન આવ્યો હતો.જેને કારણે વ્યારા તાલુકાના લોટરવા ગામમાં રહેતા હીરાલાલ સોમાભાઇ ચૌધરીના કાચા મકાન તૂટી પડતા નુકસાન થયું હતું.જે બાબત નો રિપોર્ટ તૈયાર કરી વ્યારા તાલુકા પંચાયતમાં મોકલી અપાયો હતો આજરોજ વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ સિધ્ધાર્થભાઈ ચૌધરીના હસ્તે હીરાલાલ ચૌધરીને નુકશાની ના રિપોર્ટ મુજબ થયેલા નુકસાનનો ચેક ચુકવણી કરી દેતા રાહત થઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો