તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખું ઇન્વેન્શન:વ્યારા-સુરતના વિદ્યાર્થીઓએ 2 દર્દીની સારવાર થાય એવું પ્રોજેકટ વેન્ટિલેટર બનાવ્યું, પેટન્ટ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં અરજી કરી

વ્યારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બે જણની સારવાર થઈ સકે તેવું વેન્ટિલેટર વિકસાવ્યું - Divya Bhaskar
બે જણની સારવાર થઈ સકે તેવું વેન્ટિલેટર વિકસાવ્યું

વ્યારા તથા સુરતનાં વિદ્યાર્થીઓ દ્વારા મહામારીનો સામનો કરવા બે દર્દીઓની સારવાર એક જ વેન્ટિલેટર પર થઈ શકે તેવો પ્રોટોટાઈપ પ્રોજેકટ તૈયાર કરાયો હતો. હાલની જરૂરિયાતને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે બે દર્દી સારવાર કરી શકાય એવા વેન્ટિલેટર તૈયાર કર્યું હતું.વિદ્યાર્થીઓના જણાવ્યા અમારા પ્રોજેકટનો હેતુ એ છે કે ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મોટા પાયે વેન્ટિલેટરનું ઉત્પાદન થઈ શકે. હાલના સમયમાં વપરાતા વેન્ટિલેટર પર એક સમયે માત્ર એક જ વ્યક્તિની સારવાર થઈ શકે તેમ છે , પરંતુ આ પ્રોજેકટની મુખ્ય વિશેષતામાં 2 દર્દીની સારવાર એક જ સમયે સરળતાપૂર્વક થઈ શકે છે.

પ્રોજક્ટમાં વેન્ટિલેટર પોર્ટેબલ અને કોમ્પષ્ટ છે. જેથી વેન્ટિલેટરનું સરળતાથી સ્થળાંતર થઈ શકે છે. આ વિશેષતાના કારણે દર્દી ઘરે પણ સારવાર લઈ શકે છે. વિદ્યાર્થીઓએ પ્રોટોટાઇપને પ્રોડકટમાં રૂપાંતર કરવા તથા પ્રોજેક્ટને પેટન્ટ કરાવવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં ગ્રાન્ટ માટે અરજી કરી છે.

પ્રોજેક્ટ તૈયાર કરનાર વિદ્યાર્થીઓ
પ્રોજેક્ટ તૈયાર કરનાર વિદ્યાર્થીઓ

વધુ દર્દીની સારવાર થઇ શકે એવો પ્રયત્ન
ઉમરાખ કોલેજમાં મિકેનિકલ ઈજનેરના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા વલય રાણાએ જણાવ્યુ કે પ્રોટોટાઇપનું પ્રોડકટમાં રૂપાંતર કરવામાં સફળતા મળે તો ભવિષ્યમાં બે કરતા વધારે દર્દીનું સારવાર એક જ સમયે થઇ શકે એવો પ્રયત્ન કરીશું.

પ્રોડકટમાં કન્વર્ટ કરતા ખૂબ ઓછો ખર્ચ
સહાયક અગ્રણી પ્રકાશ ખેરનારે જણાવ્યું કે, આ પ્રોટોટાઇપનું પ્રોડકટમાં કન્વર્ટ કરતા ખૂબ ઓછો ખર્ચ થાય એમ છે તથા જ્યારે ડીવાઈસ મોટા પાયે ઉત્પાદનમાં જાય ત્યારે કિંમત ઘણી ઓછી થઈ શકે છે.

એસ.એન.પટેલના મિકેનિકલનાં વિદ્યાર્થીઓ પેકી વલય રાણા, દેશમુખ મયુર, ગામિત જયમીત અને ચૌધરી મિતુલ, પ્રકાશ ખેરનાર અને હિતેશ સોનવણે છે. ડો.ચેતનકુમાર પટેલનાં માર્ગદર્શન હેઠળ જેઓ સાથે મળીને વેન્ટિલૅટરની અછત જોતાં મદદરૂપ થઈ શકે તે માટે બે દર્દીની સારવાર એક જ વેન્ટિલેટર પર થઈ શકે તેવો પ્રોટોટાઇપ તૈયાર કર્યું.

અન્ય સમાચારો પણ છે...