રાહત:આત્મનિર્ભર પેકેજ અંતર્ગત સરકારની પ્રાકૃતિક ખેતી યોજનાનો લાભ મળશે

વ્યારા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લાના દેશી ગાય ધરાવનાર ખેડૂતો જોગ

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને એક ગાયના નિભાવ ખર્ચ પેટે સહાય આપવા 900  રૂપિયા પ્રતિમાસના દરે રૂપિયા 10.800ની વાર્ષિક મર્યાદામા સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા ખેડૂત આઇડેન્ટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ તથા તેના છાણ ગોમુત્રથી પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઇએ. દેશી ગાય સિવાય અન્ય કોઇ ગાયને લાભ મળવા પાત્ર નથી. ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોવી જોઇએ, જમીનના નમુના નંબર 8-અ મુજબ એકજ લાભાર્થીને સહાય મળવા પાત્ર થશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જીવામૃત, બીજામૃત વગેરે બનાવવાની કિટ ખરીદી કરવા 75% અથવા રૂપિયા 1350 પૈકી જે રકમ ઓછી હશે. તે મુજબ સહાય મળશે. ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી તેની પ્રિંટ આઉટ મેળવી અરજદારે તેની ઉપર સહી/અંગુઠો કરી 8-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું  સંમતી પત્ર તેમજ પાસબુકની નકલ કે રદ્દ કરેલ ચેક સાથે દિન-7 માં જે તે સેજાના ગ્રામસેવક, આત્માના એટીએમ / બીટીએમ તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, ખેડૂત તાલીમ કેન્દ્ર વ્યારા ખાતે રજૂ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...