તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમીક્ષા:વ્યારામાં વેક્સિનેશન કામગીરી અંગે પ્રાંત અધિકારીએ બેઠક યોજી

વ્યારા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની ચેઈન તોડવા રસીકરણ સુરક્ષા કવચ : પ્રાંત અધિકારી

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે તાપી જિલ્લો પણ આ મહામારીથી બાકાત રહ્યો નથી. કોરોના સંક્રમણને ધ્યાને લેતા વ્યારા પ્રાંત હિતેશભાઈ જોશી અને વ્યારા મામલતદાર બી. બી. ભાવસારે વ્યારા તાલુકાના બી.આર.સી કો-ઓર્ડીનેટર, સી.આર.સી કો-ઓર્ડીનેટર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા મનરેગા યોજનાના અધિકારી, સખીમંડળ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી.

વ્યારા પ્રાંત અને વ્યારા મામલતદારએ બેઠકમાં જણાવ્યું કે તાપી જિલ્લામાં અત્યાર સુધી એક લાખ લોકોને રસીકરણ હેઠળ આવરીને સુરક્ષિત કરવામાં આવ્યા છે જે કોરોનાની ચેઈન તોડવા માટે અસરકારક છે. કોરોનાને માત આપવા માટે હાલ રસીકરણ જ એક સુરક્ષા કવચ છે. તે માટે વહિવટી તંત્રના અધિકારીઓ દ્વારા લોકોને વધુમાં વધુ વેક્સિનેશન હેઠળ આવરી લેવા તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં, ગામડાઓમાં, છેવાડા સુધી લોકોને વેક્સિન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. વેક્સિન અંગે સમજણ પુરી પાડી રહ્યા છે.

જિલ્લામાં 1 લાખથી વધુ લોકોએ રસી લીધી
તાપી જિલ્લા ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ દ્વારા મળેલ માહિતી મુજબ અત્યાર સુધી તાપી જિલ્લામાં કુલ 1,07, 333 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં વ્યારામાં 26414, ડોલવણમાં 13407, વાલોડમાં 14433, સોનગઢમાં 29947, ઉચ્છલમાં 9869, નિઝરમાં 8353 અને કુકરમુંડામાં 4910 જેટલા લોકોને અત્યાર સુધી રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો