તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેઠ:વ્યારામાં પેવર બ્લોક ફિટ કર્યાના 3 દિવસમાં જ ખસવા માંડ્યા

વ્યારા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગેસ લાઇનની કામગીરીમાં ઉખાડી દેવાયેલા બ્લોક ફરી ફિટ કરવામાં વેઠ ઉતારાયાની રાવ

વ્યારા નગરના ભરચક ગણાતા જુના બસ સ્ટેન્ડ રોડ પર છેલ્લા એક મહિનાથી ગેસ લાઇન ના કામકાજ માટે ખાડા ખોદી અને પેવર બ્લોક સાઈટ પર મુકી દેવાયા છે. એક મહિનાથી ઉતરેલી વેઠ ના પગલે કારણે દુકાનદારો સહિત સ્થાનિકોની રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકા દ્વારા તાકીદે જવાબદાર તંત્ર પાસે કામગીરી પૂર્ણ કરી પેવર બ્લોક ફિટ કરાવી જાય એવી માંગ ઉઠી છે.જે બાબતે દિવ્યભાસ્કર અખબાર માં સહતસ્વીર અહેવાલ છપાતા વ્યારા નગર પાલિકા કામગીરી ચાલુ કરાવી દેતા સ્થાનિકોમાં આનંદ છવાયો હતો.

પરંતુ પાલિકા દ્વારા કામગીરી પર પૂરતું ધ્યાન ન અપાતા કામગીરીમાં નકરી વેઠ ઉતારી દેવાતા પેવર બ્લોક બેસી ગયા હતા.વ્યારા નગરપાલિકા દ્વારા વિવિધ કામો પર પૂરતું ધ્યાન આપી શકતા ન હોવાને કારણે લોકો ને મુશ્કેલીઓ વધી રહી છે. વ્યારા નગરના જૂના બસસ્ટેન્ડ વિસ્તાર જે નગર નો સૌથી ભરચક વિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાં બસ સ્ટેન્ડ આવેલું હોવાને કારણે દિવસ દરમિયાન હજારો મુસાફરો અવરજવર કરે છે અને ટ્રાફિક પણ વધારે થાય છે. આ વિસ્તારમાં નગરપાલિકા ની મંજૂરીથી રસ્તાની બાજુમાં ગેસ માટે ની પાઈપ લાઈન ની કામગીરી હાથ ધરાઇ હતી.

જે માટે ગેસ લાઇન દ્વારા ખાડા ખોદી પેવર બ્લોકનું સાઈટ પર મુકી દેવાયા હતા. એક મહિનાથી આ વિસ્તારમાં ખાડા ખોદી પેવર બ્લોક સાઇટ પર મૂકી દેવાયાના કારણે આ વિસ્તારના રહીશો રાહદારીઓ અને વાહનચાલકો અને સ્થાનિક દુકાનદારોને મુશ્કેલી વધી ગઈ છે. અવાર નવાર મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરતા મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે.

મહિનાથી લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.આ અંગે વ્યારા નગર પાલિકા દ્વારા તાત્કાલિક એક મહિના થી બંધ પડેલું કામ ચાલુ કરાવી દીધું હતું. કામગીરી દરમિયાન વ્યારા નગરપાલિકા દ્વારા પૂરતું ધ્યાન ન અપાયા હતા જેના કારણે કોન્ટ્રાક્ટરે કામગીરીમાં વેઠ ઉતારી દેતા બે-ત્રણ દિવસમાં જ પેવર બ્લોક બેસી જવા માંડ્યા હતા જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી વધી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો