તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચીમકી:તાપી જિલ્લાના પશુપાલકોએ સુમુલ ડેરીના ચેરમેનનું રાજીનામુ માગ્યું

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુમુલ ડેરીના ચેરમેન રાજીનામાની માગણી કરતું આવેદનપત્ર અપાયું હતું.
  • તાપી જિલ્લાના પશુપાલકોએ સુમુલ ડેરીના ચેરમેનનું રાજીનામુ માગ્યું

દક્ષિણ ગુજરાત ની અગ્રણી સંસ્થા સુમુલ ડેરીના ચેરમેનની અણ આવડતના કારણે દેવું વધી રહ્યાના આક્ષેપ વચ્ચે તાપી જિલ્લાના પશુપાલકોએ આવેદન આપી ચેરમેનના રાજીનામાની માંગ કરી છે. તાપી જિલ્લાના પશુપાલકો દ્વારા બનાવેલી સુમુલ સંઘર્ષ સમન્વય  સમિતિના સભ્યોએ અધિક કલેકટરને આવેદનપત્ર આપી હાલના ચેરમેનના રાજીનામાની માંગ કરી છે. સાથે સુમુલ ડેરીમાં 85 ટકા સભાસદ આદિવાસી હોવાને કારણે આદિવાસી આગેવાનને જ ચેરમેન બનાવાય એવી માંગ પશુપાલકોએ કરી છે. સુમુલ દ્વારા દૂધ સિવાય અન્ય ચીજ વસ્તુઓ ઉત્પાદન કરે છે, જેને બંધ કરે, જેના કારણે સભાસદોને ભારણ ના પડે સહિત માગણી કરી હતી અને  જો માંગ સંતોષવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો