દરોડાના પગલે ફફડાટ:બીજા દિવસે પણ વ્યારામાં ડીજીજીઆઈની કામગીરી

વ્યારા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગત સોમવારના રોજ વ્યારા નગરના મુખ્ય માર્ગ અને તાડકુવા વિસ્તારમાં અંદાજિત 7 માર્બલ- સિમેન્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પર ડીજીજીઆઈએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે કામગીરી ચાલુ હોય કયા વેપારીને ત્યાં શું કાર્યવાહી થઇ તે વિગતો કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ બહાર આવશે. હાલ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

વ્યારામાં સોમવારે ડીજીજીઆઈના કર્મચારીઓ દ્વારા વ્યારા અને હાઇ-વે પર આવેલા અંદાજે 7 માર્બલના વેપારીને ત્યાં ધામો નાખી દીધો હતો જેને લઇને પંથકમાં ફફડાટ ફેલાયો હતો. ડીજીજીઆઈના કર્મચારીઓ દ્વારા વેપારીઓના હિસાબોની ચકાસણી ચાલુ કર્યું હતું. સાથે શંકાસ્પદ વ્યવહારો બાબતે ખુલાસો માંગી કામગીરી હાથ ધરી દેવાઇ હતી. સોમવારથી ચાલી રહેલી કામગીરી મંગળવારે યથાવત રહી હોય જેને લઇને કયા વેપારીને ત્યાં કેટલી કરચોરી પકડાઈ કે કેટલાક દંડ કરાયો તેની સત્તાવાર વિગત મળી ન હતી. બીજી તરફ અધિકારીઓ દ્વારા કામગીરી પૂરી કર્યા બાદ બહાર સત્તાવાર વિગતો આપશે.

અન્ય સમાચારો પણ છે...