તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ત્રણ વર્ષથી વાની બીમારીથી પીડાતા રૂપવાડાના વૃદ્ધાએ ફાંસો ખાઇ લીધો

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા તાલુકા ના રૂપવાડા ગામે 61 વર્ષીય પરણિત મહિલા છેલ્લા ઘણા સમય થી વા ની બીમારી થી પીડાતા હતા જેમણે બીમારી થી કંટાળી જઇ આત્મહત્યા કરી લેતા વ્યારા પોલીસે અકસ્માત મોત નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા તાલુકાના રૂપવાળા ગામમાં અર્જુનભાઇ છગનભાઇ ચૌધરી તેમજ તેમની પત્ની પદમાબેન ચૌધરી અને સંતાનો સાથે રહી ખેતીકામ કરી જીવન ગુજારે છે .છેલ્લા ત્રણેક વર્ષથી પદમા બેન ને વાની બિમારી હતી. જેના કારણે તેમને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી.

જેને લઇને તેઓ માનસિક રીતે કંટાળી ગયા હતા. ગતરોજ પદ્માબેન ઘરમાં એકલા હતા તે દરમિયાન ઘરની બાજુમાં આવેલા ઢોર બાંધવાના કોઢારમાં માળીયાના વાસના બમ્બુ સાથે દોરી બાંધી બાંધી જીવન ટૂંકાવી દીધું હતું. જે બાબતની જાણ અર્જુનભાઈ ખેતરથી ઘરે આવ્યા હતા તે દરમિયાન થતાં તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા હતા જે દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે પતિ અર્જુનભાઈ વ્યારા પોલીસને જાણ કરી હતી.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...