• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • The Old Badge Surrounded By Water And Problems Will Eventually Anchor The Development Boat, Many Questions Will Be Settled.

2022માં વિકાસનો સૂર્યોદય:પાણી અને સમસ્યાઓથી ચારે તરફ ઘેરાયેલા જૂના બેજમાં આખરે વિકાસની નૌકા લાંગરી, અનેક પ્રશ્નોનો નિકાલ થશે

વ્યારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગ્રામજનો સાથે ચર્ચા કરી શિક્ષણ, આરોગ્ય અને વીજળી સહિતના પ્રશ્નો ઉકેલવા કવાયત - Divya Bhaskar
ગ્રામજનો સાથે ચર્ચા કરી શિક્ષણ, આરોગ્ય અને વીજળી સહિતના પ્રશ્નો ઉકેલવા કવાયત
  • અત્યાર સુધી હોડી યુગમાં જીવી રહેલા ગામની વિવિધ સમસ્યાઓ ઉકેલવા તંત્ર પહોંચ્યું
  • શિક્ષણથી વંચિત બાળકોના અભ્યાસનો ગુરુવારથી આરંભ

આઝાદીના વર્ષો પછી જ્યારે ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે, ત્યારે તાપી જિલ્લાના છેવાડે આવેલો કુકરમુંડાનું જુના બેજ ગામ વર્ષના 8 માસ હોળીયુગમાં જીવે છે. જેના કારણે શિક્ષણ ,આરોગ્ય અને વીજળી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધા જ ઉપલબ્ધ નથી. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલું જુના બેગ ગામની અંદાજીત 500થી વધુ વસ્તી ધરાવે છે, જે ગામમાં ચારે બાજુ ઉકાઈ જળાશયનું પાણી ભરાઇ જવાથી ગ્રામજનો 8 માસ સુધી હોળીના સહારે ગ્રામજનો જીવે છે.

ગામમાં શિક્ષણ આરોગ્ય, વીજળી અને રસ્તાની કોઈ સુવિધા ન હોવાની દિવ્યભાસ્કરને જાણ થતાં, રિપોર્ટરની ટીમ ગામમાં જવા અઢી કિલોમીટર પગપાળા અને ત્યારબાદ નાવડીના સહારે ગામમાં પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે અહેવાલ દિવ્યભાસ્કરમાં સહ તસવીર છપાયો હતો. જેથી સવારથી જ તાપી જિલ્લાના વહીવટી અધિકારીઓ દોડતા થયા હતા. અને રવિવારના રોજ તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયાએ તમામ વિભાગના જવાબદાર અધિકારીઓ સાથે વિજીટ કરવાની સૂચના આપી હતી, જેથી રવિવારે જિલ્લા વિકાસ અધિકારી તેમજ ટી.એસ પી અને ડીઆરડીએના અધિકારી જે. જે. નીનામા અને તાપી જિલ્લાની માર્ગ-મકાનની ટીમ, આરોગ્યની ટીમ અને શિક્ષણની ટીમના અધિકારીઓ નાવડીના સહારે ગામમાં પહોંચ્યા હતા., અને ગામમાં ફરીને પડતી મુશ્કેલીઓને જાણી હતી.

ત્યારબાદ ગ્રામજનોને સવિસ્તાર માહિતી આપી હતી. અધિકારીઓએ 4 કલાક સુધી ગામમાં બેઠક યોજી ગામની તમામ માહિતી મેળવી, જે બાબતે સમીક્ષા કરી હતી. દુવિધાઓનો નિકાલ કેવી રીતે કરવો જે બાબતે જેતે વહીવટી અધિકારી પાસે જાણકારી લેવામાં આવી હતી. અને જેટલી વહેલી ગ્રામજનોને સુવિધા કાર્યરત કરાય, તેને પ્રથમ પ્રાધાન્ય આપી શરૂ કરવા પણ જણાવવામાં આવ્યું હતું.

શિક્ષણ
ગુરૂવારના રોજથી 22 બાળકોને ગામની એક શિક્ષિત યુવતી (બાળ મિત્ર યોજના) દ્વારા ગામમાં હાલ એક ઘરમાં શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે. બાળકોને જરૂરિયાત મુજબની તમામ શૈક્ષણિક વસ્તુઓ આપી દેવામાં આવશે. દર ગુરુવારે બાલભોગ, શક્તિ ભોગ અંતર્ગત નાના બાળકોને વિવિધ સહાય અપાશે તેમજ ધોરણ 10 બાદ આગળ ભણવા માંગતા બાળકોને સ્થાનિક હોસ્ટેલમાં પ્રાથમિકતા મળશે.

આરોગ્ય ક્ષેત્ર
અઠવાડિયામાં એક વાર આંગણવાડી બેનને ગામમાં મોકલવામાં આવશે ગર્ભવતી મહિલાઓ અને બાળકોઓને સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ પહોંચાડાશે.

વીજળી ક્ષેત્ર
જુના બેહ ગામમાં વર્ષ 2016માં સોલર લાઈટ આપવામાં આવી હતી, જેમાં બેટરી ખરાબ થઈ જતા હાલ સોલર પ્રોજેક્ટ નકામો બની ગયો છે. જેને લઇને ડીડીઓ દ્વારા તાત્કાલિક જીઈબીમાં નાખનાર કંપનીની પાસે તમામ વિગતો મંગાવી છે, અને શક્ય હોય તો બેટરીઓ રીપેર કરવામાં આવશે અથવા તો નવી નાખવા માટેની કામગીરી હાથ ધરવા માટે જણાવેલ છે.

રોજગારી
આ ગામમાં માછીમારી અને પશુ પાલન આવકના સાધન છે જેથી મિશન મંગલમ અને સ્વ સહાય જૂથ યોજના હેઠળ ગામની મહિલાઓ નો સમાવેશ કરાશે તેમને પશુપાલન માટે તેમજ રોજગારી ઊભી કરવા માટે લોન અપાશે. તેમજ યોજનાની જાણ કરવામાં આવશે. તેમજ માછીમારી કરતા ગ્રામજનો માટે નવી મત્સ્ય મંડળીની સ્થાપના કરી વિવિધ લાભો અપાશે.

10થી વધુ અધિકારીઓની ટીમ જુના બેજ ગામમાં પહોંચી
તાપી જિલ્લાના જુનાબેજ ગામના મુલાકાતમાં રવિવારે તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયા., તાપી જિલ્લા નિયામક. જે.જે.નિનામા, કુકુરમુંડા તાલુકા વિકાસ અધિકારી નાઝનીનબેન દેસાઈ, તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવા સહિત 10થી વધુ અધિકારીઓની ટિમ મુલાકાત લીધી હતી. ગામના ઇતિહાસમાં પ્રથમ વખત ડીડીઓએ આ ગામની મુલાકાતે આવ્યા સાથે તમામ વિભાગના કર્મચારીઓ બોલાવ્યા હતા.

ટુંક સમયમાં જ ગામની તમામ સમસ્યાઓનું નિરાકરણ થશે
રવિવારે જૂના બેજ ગામમાં મુલાકાત લેવાય છે, અને ગામના આરોગ્ય રસ્તા વીજળી અને શિક્ષણના પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરાય છે. અને ટૂંક સમયમાં તમામ સમસ્યાનું નિરાકરણ થાય એ માટે કામગીરી હાથ ધરી દીધી છે. હાલ ગુરુવારથી 22 બાળકો નો અભ્યાસક્રમ ગામમાં જ ચાલુ કરી દેવાશે. > ડીડી કાપડિયા, ડીડીઓ, તાપી

અન્ય સમાચારો પણ છે...