કોરોના બેકાબૂ:તાપી જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા ઘટી, નવા 4 કેસ

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જીલ્લામાં વધુ 4 વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. જિલ્લામાં કેસની કુલ સંખ્યા 495 પર પહોંચી છે. કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 381 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે, જયારે 91થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.મંગળવારે જિલ્લામાં વધુ 4 કેસ નોંધાયા છે. વાલોડ અને ડોલવણમાં 1-1 કેસ, વ્યારામાં 2 કેસ મળી કુલ 4 કેસ નોંધાયા છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલાને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તાપીમાં નોંધાયેલ કોરોના પોઝિટિવ દર્દીઓ
50 વર્ષિય પુરુષ, દાદરી ફળિયું,આંગણવાડી પાછળ, કલમકુઇ-વાલોડ, 70 વર્ષિય પુરુષ, સરીતા નગર,તળાવ રોડ-વ્યારા, 48 વર્ષિય પુરુષ, ગાયત્રી નગર-વ્યારા, 55 વર્ષિય પુરુષ, આશ્રમ ફળિયુ-ડોલવણ.

અન્ય સમાચારો પણ છે...