તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વ્યારા જનરલ હોસ્પિટલમાંથી ધોળે દિવસે મોપેડ ચોરાઈ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ પત્નીને તબીબ પાસે બતાવવા આવ્યા ત્યારે ચોરી

વ્યારા જનરલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલી એક્સેસ મોપેડ ચોરાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી.જે બનાવ અંગે વ્યારા પોલીસમાં મોપેડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. સોનગઢ નાની ખેરવાણ ગામના નિશાળ ફળીયામાં અનીલભાઈ લક્ષ્મણભાઈ ગામીત ની માલિકી ની એક ગ્રે કલરની સુઝુકી કંપની એક્સેસ મોપેડ બાઈક નંબર જીજે/ 26 / એએ/ 6724 ની પર ગત 23મી ઓગસ્ટ નારોજ સોમવારે સવારે 10 કલાકના અરસામાં અનીલભાઈ ગામીત અને પત્ની તેમજ સાસુ સાથે મોપેડ બાઈક પર બેસી વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે પત્નીને ગાયનેક તબીબને બતાવવા માટે આવ્યા હતા અને મોપેડ ગાડી જનરલ હોસ્પિટલમાં આવેલ મેડીકલ સામે પાર્ક કરી હતી. જોકે પરત આવતા સ્થળ પર મોપેડ ગાડી નજર પડી ન હતી.

જે બાબતે હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને પૂછવામાં આવતા તેણે ખબર નહી હોવાનું જણાવેલ, અનીલ ગામીતે આસપાસના મોપેડની શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. કોઈ અજાણ્યા ઇસમે ગ્રે કલરની એક્સેસ મોપેડ ગાડીની ડુબ્લીકેટ ચાવી અથવા ગાડીનો લોક તોડીને ગાડી ચોરી લઇ ગયો હોવાની ફરિયાદ અનીલભાઈ ગામીતે આજરોજ વ્યારા પોલીસ મથકે કરી હતી જેમની ફરિયાદના આધારે પોલીસે બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...