ધરપકડ:વ્યારામાં પથ્થર વડે એટીએમ તોડનાર સીંગીના યુવકની અટક

વ્યારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવારના રોજ વ્યારા નગરના સ્ટેશન રોડ પર આવેલ આઈ ડી બી આઈ બેન્કના એટીએમ સેન્ટર પર એક અજાણ્યા યુવક દ્વારા પથ્થર વડે એટીએમનું ડિસ્પ્લે તોડી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે મશીન નુકસાન થતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ બેંક મેનેજર દ્વારા વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વ્યારા પોલીસે યુવકની અટક કરી તપાસ હાથ ધરી હતી. વ્યારા નગરના સ્ટેશન રોડ પર આઇડીબીઆઇ બેન્ક નું એટીએમ આવેલ છે. જ્યાં શનિવારે સવારે અજાણ્યો યુવક એટીએમમાં ઘુસી ગયો હતો. ત્યાર બાદ યુવકે પથ્થર લઈ એટીએમ ડિસ્પ્લે તોડી હતી. પૈસા ચોરી કરવાના માટે મશીન તોડ્યું હતું. જોકે મશીનમાંથી પૈસા નીકળ્યા ન હતા. મશીન તોડતા સાયરન વાગતા યુવક ભાગી ગયો હતો. બીજા દિવસે સવારે એટીએમ સેન્ટર પર મુકેલા સીસીટીવી ફૂટેજના આધારે બેંકના મેનેજર દ્વારા વ્યારા પોલીસમાં એક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે વ્યારાના હેકો નવરાજસિંહ ડાભી ને બાતમી મળી હતી કે એટીએમ તોડનાર યુવક સિગી થી કટાસવાણ તરફ જઈ રહ્યો છે. જે આધારે એટીએમ તોડનાર વિપુલભાઈ ગામીત (રહે સિંગી ફળિયા)ની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...