તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:તાપી જિલ્લાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વ્યારા નગરમાં કરાશે

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પર્વના આયોજન અંગે કલેક્ટરની આગેવાનીમાં બેઠક મળી

રાષ્ટ્રના 74માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તાપી જિલ્લામાં દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરસિંહ પરમારની ઉપસ્થિતીમાં થનાર જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક મળી હતી. સ્વાતંત્ર્ય પર્વની કોરોના ના સંભવિત સંક્રમણને ધ્યાને લેતા સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવશે.

ખુબ જ સાવચેતી અને સલામતી સાથે સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ફરજીયાત પણે ઉપયોગ કરવાનો રહેશે
​​​​​​​આ અંગે માર્ગદર્શન આપતા કલેકટર હાલાણીએ વર્તમાન કોવિદ-19ના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ઉજવણી દરમિયાન ખુબ જ સાવચેતી અને સલામતી સાથે સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ફરજીયાત પણે ઉપયોગ કરવાનો રહેશે તેમ જણાવી સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા સહિત સુચારૂ આયોજન માટે સબંધિત અધિકારીઓને રચનાત્મ સુચનો કર્યા હતા. ખાસ કરીને કોવિદ-19સંદર્ભે મળેલી ભારત સરકાર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ નિયત પ્રોટોકોલ સાથે કાર્યક્રમની ગરિમા મુજબ ઉજવણી કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી ધ્વજવંદન, મહાનુભાવનું પ્રવચન, રાષ્ટ્ર્ગાન, કોરોના વોરીયર્સનું સન્માન સહિત વૃક્ષારોપણ જેવા મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘ, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, નિવાસી અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, ડીઆરડીએ ડાયરેક્ટર નિનામા, કાર્યપાલક ઈજનેર એ.જી.વસાવા, પ્રાંત અધિકારી હિતેન્દ્ર જોષી, ડી.એસ.ઓ નૈતિકા પટેલ, ના.જિલ્લા પોલિસ વડા માવાણી, પ્રા. શિક્ષણાધિકારી જયેશ પટેલ, શિક્ષણાધિકારી બી.એમ.પટેલ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...