તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારને તરછોડ્યો:પૈસા મુદ્દે ઝઘડો થતો પતિ બાળક અને પત્નીને છોડીને જતો રહ્યો

વ્યારા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અભયમની ટીમે તેને પિયર પહોંચાડી

શનિવારના રોજ એક ત્રાહિત વ્યક્તિ એ 181મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે એક મહિલા અને બાળક સોનગઢ બ્રિજ નીચે ઘણા સમય થી બેઠેલા છે રાત્રી ના સમયે કોઈ અજુગતી ઘટના નો ભોગ ના બને તે માટે મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો જેથી અભયમ રેસ્ક્યુ ટીમ વ્યારા તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત તેણે જણાવ્યું હતું. વ્યસનના રવાડે ચડેતા પતિ સાથે તેનો મજૂરીના પૈસા મુદ્દે ઝઘડો થયો હતો.

જે બાદ તેનો પતિ તેમને છોડીને જતો રહ્યા હતા. આખરે અભયમની ટીમે મહિલાના ભાઈ નું સરનામું મેળવી બાળક સહિત પહોંચાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મૂળ ઉચ્છલ પાસે ના ગામના દંપતી કડિયા કામ કરી રોજગારી મેળવવા સોનગઢ રહેતા હતા આહૂરીબેન (નામ બદલેલ છે )અંદાજે 35 વર્ષ ના હતા જેઓ ને ત્રણ વર્ષ નું બાળક હતું.

બંનેની મજૂરી કામ ના રૂપિયા માંથી આહૂરીબેન ના પતિ વ્યસન કરતા જેથી બંને વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા ગત રોજ આ બાબત ને લઇ બંને વચ્ચે ઝગડો થતા તેના પતિ બાળક સહિત તેને મૂકી ભાગી ગયા હતા, આહૂરીબેન અજાણ્યા હોવાથી કયાં જવું પરંતુ સમજ ના પાડતા બ્રિજ નીચે બાળક સહિત બેઠા રહ્યા હતા.અભયમ ટીમ ને પૂછતાં તેઓ એ જણાવેલ કે તેના પતિ કયાં રહે પરંતુ તે કયાં રહે છે તેની જાણકારી કે મોબાઈલ નંબર પણ ના હતો અને તેમને પતિ પાસે જવુ ના હતું. ​​​​​​​અભયમ ટીમેં ઉચ્છલ રહેતા ભાઈ નું સરનામું મળતા બાળક સહિત માતા ને તેમના ભાઈ સુધી પહોંચાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો