અકસ્માત:કાર અડફેટે ઘવાયેલા વાંસકૂઇના યુવકની તબીયત હાલ સુધારા પર

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યારાના ખુશાલપુરા ગામ પાસે અકસ્માત નડ્યો હતો

વ્યારા બાયપાસ નેશનલ હાઇવે માર્ગ પર એક કાર ચાલકે બાઈકને અડફેટમાં લેતા બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે પ્રાથમિક સારવાર વ્યારા અને ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યા તેનું ઓપરેશન થયા બાદ હાલ તેની તબીયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

વ્યારા તાલુકાના વાંસકુઈ ગામના મોરી ફળીયામાં રહેતા મનેશભાઈ ગુમાનભાઈ ચૌધરી (ઉ.વ.34) નાઓ ગત 6 તારીખે પોતાની મોટર સાયકલ નંબર જીજે/06/ડીજી/6775 લઈને ખુશાલપુરા ગામે આવેલ લાકડાના ડેન્સા પર જવા કામે નીકળ્યા હતા,

દરમિયાન ખુશાલપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 રેલ્વેના ઓવર બ્રીજ ઉપર કાર નંબર જીજે/05/આરએફ/7686 ના કાર ચાલકે મનેશભાઈની બાઈકને અડફેટમાં લેતા મનેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેઓને જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રીફર કરવામાં આવ્યા હતા. હાલ 12 જેટલા દિવસની સારવાર બાદ તેમની તબીયત સુધારા પર છે. બનાવ અંગે મનેશભાઈ ચૌધરીની પત્ની સંગીતાબેન ચૌધરીની ફરિયાદના આધારે વ્યારા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...