વિશ્વ આદિવાસી દિન:પ્રકૃતિના પૂજકોની વિરાસતને ઉજાગર કરી જાળવી રાખવા સરકાર પ્રતિબદ્ધ

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારામાં 2092 લાભાર્થીઓને 7 કરોડથી વધુની સહાય અને ચેક વિતરણ

તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિન ઉજવણી તથા વર્તમાન સરકાર સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે છેલ્લા દિને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે રાજ્યમંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો હતો. વ્યારામાં 2092 લાભાર્થીઓને રૂપિયા 7 કરોડથી વધુની સાધન સહાય અને ચેકનું વિતરણ કરાયું હતુ.

મંત્રીએ જણાવ્યું હતું કે, જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરી વિરાસતને સતત જાળવી રાખવા સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો પ્રેરિત 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી જિલ્લાઓમાં આજે ભવ્ય ઉજવણી કરી વર્ષોથી પ્રકૃતિ પૂજકોના વૈવિધસભર રીતરિવાજો, સાંસ્કૃતિક ઉત્સવો અને અનોખી જીવનશૈલીને ઉજાગર કરવાનો અવસર આ સરકારે પૂરો પાડ્યો છે.

કલેકટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે આદિવાસી કલા-સંસ્કૃતિ, રીત-રિવાજ, પારંપારિક અમૂલ્ય વારસો એક અનોખી આગવી ઓળખ છે, જેને જાળવી રાખવી આપણી સૌની ફરજ છે. સરકારના સુશાસનના 5 વર્ષ નિમિત્તે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરીને સરકાર પણ આપણી સાથે છે. આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે સરકાર અવિરત કામ કરી રહી છે.

શિક્ષણ, ખેતી, આરોગ્ય, વિજળી વિગેરે ઈન્ફ્રાસ્ટ્રકચરના અનેક યોજનાઓ અમલમાં છે. ક્લેકટરએ વર્તમાન કોરોના મહામારીને જોતા તેમજ સંભવિત ત્રીજી લેહેર સામે સુરક્ષિત રહેવા તાપી જિલ્લાના તમામ નાગરિકોને વહેલી તકે રસીકરણ કરાવી લેવા ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...