પાણીની આવક ઘટી:ઉકાઈ ડેમના ગેટ બપોરે બે કલાક બાદ બંધ કરી દેવાયા

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતાં છેલ્લા બે દિવસથી ખુલ્લા કરાયેલા દસ દરવાજા બુધવારે 2 વાગ્યે બંધ કરી દેવાયા હતા જ્યારે હાઇડ્રો યુનિટ ચાલુ કરી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં સારો વરસાદ આવતા તાપી જિલ્લા સહિત ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા ડેમમાં પાણીની આવક વધી હતી.

હાલ સપાટી 340.01 ફૂટ

હાલ ડેમની સપાટી340.01 ફૂટ
ડેમનું રુલ લેવલ340 ફૂટ
ડેમની ભયજનક સપાટી345 ફૂટ
હાલ ડેમમાં પાણીની આવક22,948 ક્યુસેક
ડેમમાંથી પાણીની જાવક22,948 ક્યુસેક
અન્ય સમાચારો પણ છે...