તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુશીના સમાચાર:અંતિમ દર્દી પણ ડિસ્ચાર્જ થયો હવે તાપી જિલ્લો કોરોનામુક્ત

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે નવા અને એક્ટિવ કેસ બંને 0

તાપી જિલ્લામાં કોરોના ને લઈને આજે ખુશીના સમાચાર આવ્યા છે. તાપી જિલ્લામાં આજે એક પણ કોરોના નવા કેસ નોંધાવાની સાથે સારવાર લઈ રહેલા એક કેસ પણ આજે રજા આપી દેવાતા તાપી જિલ્લો બુધવારે કોરોના મુક્ત જિલ્લો બની ગયો હતો. જોકે તાપી જિલ્લામાં રસીકરણ ની કામગીરી ને પૂરજોશમાં વધારી દેવાઈ છે જેને લઇને આવનાર ત્રીજી લહેર માં કોરોના પ્રતિરોધક તરીકે સાબિત થઈ શકશે.

તાપી જિલ્લા માં બુધવારે કોરોના પોઝિટીવ દર્દીનો એકપણ નવો કેસ નોંધાયા નથી. તેમજ સારવાર લઈ રહેલા એક દર્દીઓ ને પણ રજા આપી દેવતા જિલ્લા કોરોનાના મુક્ત બની ગયો છે.તાપી જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ 3884 કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ 3754 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે.

જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન આજદિન સુધી જિલ્લામાં કુલ 128 દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ તાપી જિલ્લો ફરી કોરોના મુક્ત બન્યો છે. ત્યારે કોવીડ ગાઇડલાઇનનું પાલન કરવાની સાથે સાથે વેક્સિન લઇને કોરોનાને ફરી પ્રવેશતો અટકાવીશું તો આવી રાહત જળવાઇ રહેશે.

સુરત જિલ્લાનો એકમાત્ર કેસ મહુવાથી મળ્યો
બુધવારના રોજ સુરત જિલ્લાનો એક માત્ર કેસ મહુવામાં નોંધાયો હતો. સુરત જિલ્લામાં કોરોનાનો અંત નજીક હોયો તેમ જુલાઈ માસમાં સાત દિવસમાંથી 3 દિવસ જિલ્લામાં કોરોનાને કેસ 0 નોંધાયા હતાં. બુધવારના રોજ પણ જિલ્લામાં માત્ર 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેની સાથે કુલ 32064 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 5 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવતાં 31552 લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે. જિલ્લામાં માત્ર 29 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...